આ ઘાતક બોલર ટીમ ઇન્ડિયામાં થયો સામેલ, બુમરાહ અને શમી જેવી કરે છે બોલિંગ…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં જ ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ હતી. જેમાં ભારતીય ટીમને 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારમી હારને ભારતીય ટીમ ભૂલીને આગળ વધવા માગશે. ભારતીય ટીમ આગામી 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે અને ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવા જઇ રહી છે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની વન-ડે સિરીઝ શરૂ થશે. આ સિરીઝની તમામ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે અને ટી-20 સિરીઝની તમામ મેચો કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઘણા બધા યુવા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે.
તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ દરમિયાન જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ઘણા બધા યુવા ફાસ્ટ બોલરોને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય એક સિનિયર ફાસ્ટ બોલરને પણ તક આપવામાં આવી છે. જે બુમરાહ અને શમી જેવી જ બોલિંગ કરે છે. તો ચાલો જોઇએ તે કોણ છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો હોવાથી તેની ખોટ ચોક્કસપણે વર્તાશે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી. પરંતુ ભારતીય ટીમ પાસે એવા ઘણા બધા ફાસ્ટ બોલરો છે જે આ જવાબદારીને યોગ્ય રીતે નિભાવી શકે છે. જેમાં સૌથી મોટું નામ દીપક ચહરનું છે.
દિપક ચહર ભારતીય ટીમ સાથે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલો છે. અને તે સતત ને સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. જેના કારણે તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝમાં તક આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે દિપક ચહરને ભુવનેશ્વર કુમારના સ્થાને ટીમમાં તક આપવામાં આવી છે. દિપક ચહરે તાજેતરમાં જ સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝની છેલ્લી મેચમાં બોલ અને બેટથી જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં બુમરાહ અને શમીની ગેરહાજરીમાં આ ઘાતક બોલર અજાયબી કરી શકે છે. દીપક ચહર પણ ભુવનેશ્વર કુમારની જેમ સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે. તે બોલને બંને તરફ લહેરાવવાની કળા જાણે છે. આ ઘાતક ખેલાડી બોલિંગની સાથે સારી એવી બેટિંગ પણ કરી લે છે.