આફ્રિકા પ્રવાસે હાર્દિક પંડ્યાનું સ્થાન છીનવી લેશે આ ઘાતક ઓલરાઉન્ડર…

તાજેતરમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ રમી રહી હતી. ભારત ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં 1-0 થી વિજય મેળવ્યો હતો. ટી 20 વર્લ્ડકપ બાદ પ્રથમ રમાયેલી સિરીઝમાં જીત હાંસલ કરી હતી. ત્યાર બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. સાઉથ આફ્રિકા સામેનો પ્રવાસ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે.

સાઉથ આફ્રિકા સામેના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત પણ થઇ ચૂકી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે. હાર્દિક પંડ્યાને એક મજબૂત ઓલરાઉન્ડર ખેલાડી ગણવામાં આવે છે. આ ખેલાડી ઝડપી બોલિંગ ઉપરાંત બેટિંગ પણ ખતરનાક કરે છે. છેલ્લા ઘણા સમયથી તે બોલિંગ કરતો નથી અને તેની બેટીંગમાં પણ નબળાઇ જોવા મળી રહી છે. તેના ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યાના સ્થાને એક ઓલરાઉન્ડર ખેલાડીને તક મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી વિસ્ફોટક ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર વિજય હજારે ટ્રોફીમાં જોરદાર ફોર્મમાં છે. મધ્યપ્રદેશ તરફથી રમતા આ ખેલાડીએ ઉત્તરાખંડ સામે જબરદસ્ત ફિફ્ટી ફટકારી હતી. આ ઉપરાંત બે વિકેટ પણ લીધી હતી. છેલ્લી બે મેચમાં વેંકટેશ ઐયરે 183 રન બનાવ્યા છે. આ ઘાતક ખેલાડી સાઉથ આફ્રિકા પ્રવાસ પર એન્ટ્રી કરી શકે છે.

વેંકટેશ ઐયરે આઇપીએલ 2021માં 10 મેચોમાં 370 રન બનાવ્યા હતા. જેમાં ચાર શાનદાર અડધી સદી સામેલ છે. ઐયર જમણા હાથે બોલિંગ કરીને ઘણી વિકેટો ઝડપી શકે છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા પ્રવાસ પર હાર્દિક પંડ્યા બહાર થયો હોવાથી તેના વિકલ્પ તરીકે ઐયરની પસંદગી થઇ શકે છે. કેપ્ટન રોહિત શર્મા આવી સ્થિતિમાં વેંકટેશ ઐયરને તક આપી શકે છે.

તમને જણાવી દઇએ કે, આઇપીએલ 2021માં બાયોબબલ હોવા છતાં કોરોનાનો મામલો સામે આવતા આઇપીએલ સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બીજા તબક્કામાં કોલકત્તા નાઇટ રાઇડર્સ જબરદસ્ત પ્રદર્શન કરી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. કોલકાતાના ફાઇનલ પ્રવેશમાં 27 વર્ષીય વેંકટેશ ઐયરની મહત્વની ભૂમિકા રહી હતી.

તાજેતરમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વેંકટેશ ઐયરને તક આપવામાં આવી હતી. ઐયરને વધારે મેચમાં રમવાનો મોકો મળ્યો ન હતો. પરંતુ તેણે 130ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. તેને જણાવ્યું હતું કે આગામી મેચોમાં તે શું કરી શકે છે. હવે આ બેટ્સમેન દક્ષિણ આફ્રિકા સામેના પ્રવાસમાં હાર્દિક પંડ્યાના સ્થાને વન-ડેમાં ડેબ્યુ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *