આ ઘાતક ઓલરાઉન્ડરે કર્યું ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ, 1 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો સસ્પેન્ડ…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સિરીઝમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માએ પણ વાપસી કરી છે. ફુલ ટાઇમ કેપ્ટન બન્યા બાદ રોહિતની પ્રથમ વન-ડે સિરીઝ છે.

આફ્રિકાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ અને વન-ડે બંને સિરીઝમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝ જીતવા ઇચ્છે છે. આ ઉપરાંત રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ તાજેતરમાં ભારતીય ટીમ એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરીને વિજય મેળવવા પ્રયત્ન કરશે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ટીમ ઇન્ડિયામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં આ ઘાતક ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડીને રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ઓલરાઉન્ડર ખેલાડી દિપક હુડાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડીએ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર રમતનો નજારો રજૂ કર્યો હતો. આ ખેલાડી ભારતીય ટીમમાં પાંચમાં નંબર પર બેટિંગ કરી શકે છે. આ ખેલાડીને બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ નિષ્ણાંત માનવામાં આવે છે.

આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને ઓલરાઉન્ડર ખેલાડીની કમી વર્તાઇ રહી હતી. આવી સ્થિતિમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ મેચમાં દિપક હુડાને સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી ભારતીય ટીમમાં સારું પ્રદર્શન કરીને સફળ સાબિત થઇ શકે છે અને ભારતીય ટીમમાં કાયમી જગ્યા પણ બનાવી શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ ભારતની 1000મી વન-ડે મેચ છે. ભારતે પ્રથમ વન-ડે મેચ 1974માં ઇંગ્લેન્ડ સામે રમી હતી. 48 વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમે બે વર્લ્ડકપ જીત્યા છે. દર વર્ષે ભારતીય ટીમમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓનો પ્રવેશ થતો જોવા મળે છે અને સારૂ પ્રદર્શન કરીને વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *