મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર માટે માથાનો દુખાવો બન્યા ઘાતક બોલર, કાપી શકે છે બંનેના પત્તા…

ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કરીને વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. દર વર્ષે આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી ભારતીય ટીમમાં નવા ખેલાડીઓની એન્ટ્રી થતી હોય છે. ભુતકાળમાં પણ ભારતમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓએ વિશ્વ ક્રિકેટને ઘણું આપ્યું છે. દરેક સિરીઝમાં ભારતીય ટીમમાં એક નવો ખેલાડી સામેલ થાય છે અને તે ભારતીય ટીમ માટે ખૂબ જ ફાયદાકારક છે.

હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમી રહી છે. ભારતીય ટીમ પ્રથમ બંને મેચમાં જીત હાંસલ કરીને 2-0થી આગળ ચાલી રહી છે. આ ઉપરાંત ત્રીજી વન-ડે મેચ શુક્રવારના રોજ રમાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રીજી વન-ડે મેચ પર વિજય મેળવવા એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ બંને વન-ડે મેચ દરમિયાન ભારતીય ટીમને એક નવો ઘાતક બોલર મળ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં આ ખેલાડીને મુખ્ય બોલર ગણાવ્યો છે. આ ખેલાડી બુમરાહની જેમ ધડાધડ વિકેટ લેવામાં માહેર છે. આ ઉપરાંત બંને મેચમાં તેનું પ્રદર્શન પણ ઘણું સારું રહ્યું છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને વન-ડે મેચમાં ઘાતક બોલિંગ કરનાર પ્રસિદ્ધ કૃષ્ણા જબરદસ્ત ફોર્મ સાથે તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં 10 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી વન-ડે મેચમાં 9 ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં આ ખેલાડીએ જબરદસ્ત પ્રદર્શન કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી હાલમાં ભારતીય ટીમમાં કાયમી સ્થાન ધરાવે છે. પરંતુ આ ખેલાડીના આવતાની સાથે જ મોહમ્મદ શમીનું પત્તું કપાઇ શકે છે. આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી ખેલાડીને પણ તક મળશે નહીં.

પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત માટે 6 વન-ડે મેચમાં 15 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત આઇપીએલમાં 34 મેચમાં 30 વિકેટ ઝડપી છે. આ ખેલાડી કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતો હતો. હાલમાં આ ખેલાડીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સારું પ્રદર્શન કર્યું હોવાને કારણે આઇપીએલની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ તેને મેગા ઓક્શનમાં ખરીદવા માટે પ્રયત્ન કરશે કારણકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *