આ ખતરનાક બેટ્સમેન બનશે પંજાબ કિંગ્સનો કેપ્ટન, જીતાડી શકે છે પ્રથમ IPL ટ્રોફી…

આઇપીએલ 2022નું આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલમાં બેંગલોર ખાતે બે દિવસનું મેગા ઓક્શન ચાલી રહ્યું છે. ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ બંને ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો આઇપીએલ 2022માં ભાગ લેશે. આ ઉપરાંત તમામ ટીમો હાલમાં ખેલાડીઓની ખરીદી માટે મોટી જંગ લડી રહી છે.

મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા હતા. જેમાં પંજાબ કિંગ્સની વાત કરીએ તો તેણે મયંક અગ્રવાલ અને અર્શદિપ સિંહ આ બંને ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. બાકી તમામ ખેલાડીઓને બહાર કર્યા હતા. આવી સ્થિતિમાં ટોટલ 10 ટીમોમાંથી પંજાબ કિંગ્સ પાસે ખેલાડીઓને ખરીદવા માટે સૌથી વધારે રૂપિયા રહ્યા હતા.

પંજાબ કિંગ્સ પાસે ગત સિઝનમાં કેએલ રાહુલ જેવો ખતરનાક કેપ્ટન હતો, પરંતુ બંને વચ્ચે થયેલી વાતચીત બાદ તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આ ટીમ નવા કેપ્ટનની શોધમાં હતી. પરંતુ મેગા ઓક્શન બાદ આ ઘાતક ખેલાડીને ખરીદીને તેની આ શોધ પૂર્ણ થઇ છે. આ ખેલાડી પંજાબ ટીમનો નવો કેપ્ટન બનશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે પંજાબ કિંગ્સ દ્વારા તાજેતરમાં ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને 8.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ ખેલાડી પાસે કેપ્ટનશીપનો પૂરો અનુભવ છે. પંજાબ કિંગ્સ આ ખેલાડીને કેપ્ટનશીપ સોંપી શકે છે. આ ખેલાડીએ સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરતી વખતે ખૂબ જ સારું મેનેજમેન્ટ કર્યું હતું.

શિખર ધવન પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરીને ટીમને ટ્રોફી પણ અપાવી શકે છે. આ ઉપરાંત આ ખેલાડી ઓપનિંગ બેટ્સમેન તરીકે પણ સફળ રહ્યો છે. શિખર ધવન જ્યારે લયમાં હોય છે ત્યારે ટીમની જીત નિશ્ચિત હોય છે. આ ખેલાડીની ઉંમર 36 વર્ષની છે. પરંતુ તે પોતાની ચપળતા અનુસાર યુવા ખેલાડીઓને નિષ્ફળ કરે છે. આ ખેલાડી પાસે લાંબા શોટ મારવાની કળા છે.

શિખર ધવન ઘણા લાંબા સમયથી આઇપીએલ રમતો આવ્યો છે. આ ખેલાડી દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. તેણે આઇપીએલની ટોટલ 192 મેચોમાં 5784 રન બનાવ્યા છે. શિખર ધવનને ખરીદીને પંજાબ કિંગ્સને એક નવો ઓપનર બેટ્સમેન મળ્યો છે. પંજાબ કિંગ્સ આ ખેલાડીને કેપ્ટન બનવાની તક આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *