આ ખતરનાક ઓલરાઉન્ડર ખેલાડી કાપશે રવિન્દ્ર જાડેજાનું પત્તું, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હાલમાં ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ બે ટી-20 મેચમાં વિજય મેળવીને સિરીઝ પર ધમાકેદાર જીત મેળવી છે. ભારતીય ટીમે વન-ડે સિરીઝ બાદ ટી-20 સિરીઝ જીતીને બંને સિરીઝમાં ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આ ઉપરાંત ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીના રોજ રમાનારી ત્રીજી ટી-20 મેચ જીતીને વ્હાઇટવોશ કરવા ઇચ્છે છે.
ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર થયો છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ દરમિયાન ઇજાગ્રસ્ત થવાને કારણે ટીમમાંથી બહાર થયો હતો. ત્યાર પછી તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ ઘાતક ખેલાડી બહાર જવાના કારણે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં દેખાઇ રહી હતી.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને રવિન્દ્ર જાડેજાના સ્થાને એક ઘાતક ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે. જે હાલમાં ટીમ ઇન્ડિયામાં તબાહી મચાવી રહ્યો છે. આ ખેલાડી રવિન્દ્ર જાડેજાનું પત્તું હંમેશા માટે કાપી શકે તેમ છે. તો ચાલો જાણીએ આ ખતરનાક ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ આ ખેલાડી વેંકટેશ ઐયર છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં તેને સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમને મજબુત ઓલરાઉન્ડર ખેલાડીની જરૂર હતી. આવી સ્થિતિમાં આ ખેલાડી આવીને દરેક મેચમાં તબાહી મચાવી રહ્યો છે. આ ખેલાડીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ બંને ટી-20 મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.
ભારતીય ખેલાડી વેંકટેશ્વર ઐયર બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ માહેર છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી-20 મેચ દરમિયાન 18 બોલમાં 33 રન ફટકારીને જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ મિડલ ઓર્ડરની નિષ્ફળતાનો સામનો કરી રહી હતી, આવી સ્થિતિમાં આ ખેલાડી સારી રીતે આ સ્થાનને સંભાળી રહ્યો છે.
વેંકટેશ ઐયર છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ ઉપરાંત તેણે આઇપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમીને ઘણી મેચોમાં મેચવિનર સાબિત થયો છે. આ ખેલાડી ભારતીય ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે અને રવિન્દ્ર જાડેજાનું પત્તું હંમેશા માટે કપાઇ શકે છે.