આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં આ ખેલાડી બની શકે છે હારનું કારણ…

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝની રમવા ગઇ છે. પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ થઇ છે. ભારતીય ટીમ માટે આ ટેસ્ટ સીરીઝ જીતવી ખૂબ જરૂરી છે. કારણ કે આ પહેલા ભારત એક પણ ટેસ્ટ સીરીઝ આફ્રિકા ધરતી પર જીત્યું નથી. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.

આફ્રિકા પ્રવાસ પહેલા જ ભારતના ઓપનિંગ ખેલાડી રોહિત શર્મા ઇજા થવાને કારણે બહાર થયો હતો. આ ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ પહેલેથી બહાર છે. આવી સ્થિતિમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે જેવા ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને પણ તેના અનુભવના કારણે ટીમમાં સમાવવામાં આવ્યા છે.

પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમ તરફથી ઓપનિંગ ખેલાડી તરીકે કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ મેદાનમાં ઉતર્યા હતા. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલે 117 રનની ભાગીદારી કરીને ભારતને સારી શરૂઆત અપાવી હતી. ત્યારબાદ મયંક અગ્રવાલ 60 રન બનાવીને આઉટ થયો હતો. અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર આવ્યો.

ચેતેશ્વર પૂજારાને તેના અનુભવના કારણે છેલ્લી તક આપવામાં આવી હતી. ચાહકોને આશા હતી કે ચેતેશ્વર પુજારા ટીમ ઇન્ડિયાના સંભાળશે. પરંતુ તેનાથી વિપરીત તેણે ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી છે. ચેતેશ્વર પુજારા શૂન્ય પર આઉટ થઇને પવેલિયન પરત ફર્યો હતો. ચેતેશ્વર પૂજારાને લૂંગી નગીડીએ પોતાનો શિકાર બનાવ્યો હતો.

ચેતેશ્વર પૂજારાની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તેનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું હતું. ઘણી વખત તેની ખરાબ બેટિંગના કારણે ટીમ ઇન્ડિયાનો મિડલ ઓર્ડર વેરવિખેર થઇ જાય છે. જ્યારે ચેતેશ્વર પુજારા ક્રીઝ પર આવે છે ત્યારે તેની બેટિંગ જોઇને ચાહકો સુસ્તી અનુભવવા લાગે છે. ચેતેશ્વર પુજારા ખૂબ જ ધીમી ઝડપે રમતો હોવાને કારણે ટીમ ઇન્ડિયાને ઘણી વખત નુકસાન થાય છે.

પુજારા લાંબા સમયથી ખરાબ ફોર્મમાં હોવાને કારણે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફીટ નથી બેસી રહ્યો. પુજારાએ અત્યાર સુધી જે રીતે બેટિંગ કરી છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે. ચેતેશ્વર પુજારા સારા બોલ પર પણ રન બનાવવાની તક ગુમાવી રહ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં તે આઉટ થવાને કારણે મિડલ ઓર્ડર વેરવિખેર થઇ ગયો છે. બીજી ટેસ્ટ મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું મુશ્કેલ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *