આ બે ઘાતક ખેલાડીઓ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં લેશે રોહિત અને જાડેજાનું સ્થાન…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ની શરૂઆત 26 ડિસેમ્બરથી થવા જઇ રહી છે. તે પહેલા ટેસ્ટ સીરીઝ માટે બીસીસીઆઇએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમમાં ઘણા બધા મેચવિનર ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી જીત માટે પોતાના તમામ પ્રયાસો લગાવશે.
સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઘણા બધા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. કારણકે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ઘણા બધા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી ટીમ કોમ્બિનેશનને લઇ મૂંઝવણમાં છે.
ભારતનો સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ પહેલા મુંબઇમાં ટ્રેનિંગ કેમ્પ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. આ સિવાય ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે વાપસી કરી શક્યો નથી અને હજુ પણ રવિન્દ્ર જાડેજા ચાર-પાંચ મહિના સુધી ક્રિકેટમાં વાપસી કરી શકે તેમ નથી.
રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા એકસાથે ટીમમાંથી બહાર થતાં ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતામાં વધારો થયો છે. હવે જોવાનું એ રહેશે કે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ આ બે ખેલાડીઓના સ્થાને કયા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવશે. તો ચાલો જોઇએ કે આ બે ખેલાડીઓનું સ્થાન કોણ લઇ શકે છે.
ઓપનિંગ બેટ્સમેન અગ્રવાલે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં મયંક અગ્રવાલે પહેલી ઇનિંગમાં 150 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી અને બીજી ઇનિંગમાં 62 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપી ટીમને જીત અપાવી હતી. આ ખેલાડી સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્માનું સ્થાન લઇ શકે છે અને કેએલ રાહુલ સાથે મળીને ટીમને જબરદસ્ત શરૂઆત આપી શકે છે.
રવિન્દ્ર જાડેજાની વાત કરવામાં આવે તો તેના સ્થાને ટીમમાં ઘાતક ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને સામેલ કરવામાં આવી શકે છે. શાર્દુલ ઠાકુર બોલિંગની સાથે સારી એવી બેટિંગ પણ કરી શકે છે. શાર્દુલ ઠાકુરે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પ્રવાસે જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. તેથી તેને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં તક મળશે.