બીજી ટેસ્ટમાંથી આ બે ઘાતક ખેલાડીઓ થશે બહાર, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…

ભારતીય ટીમ હાલ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચ 113 રને જીતીને ઇતિહાસ રચ્યો હતો. હવે ભારતીય ટીમની નજર બીજી ટેસ્ટ મેચ પર છે. આ બધાની વચ્ચે 31 ડિસેમ્બરના રોજ આફ્રિકા સામે રમાનારી વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી છે.

વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં ઘણા બધા ખેલાડીઓએ વાપસી પણ કરી છે જેમાં સૌથી મોટું નામ શિખર ધવનનું છે. તે જ સમયે રવિચંદ્રન અશ્વિને પણ ચાર વર્ષ બાદ વન-ડે ક્રિકેટમાં વાપસી કરી છે.

આફ્રિકા સામે રમાનારી બીજી ટેસ્ટ મેચ ની વાત કરવામાં આવે તો આ મેચ 3 જાન્યુઆરીથી જોહાનિસબર્ગમાં યોજાશે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને આ ટેસ્ટ સિરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. તમને જણાવી દઇએ કે ભારતીય ટીમે અત્યાર સુધીમાં એક પણ ટેસ્ટ સીરીઝ સાઉથ આફ્રિકાની ધરતી પર જીતી નથી. તેથી ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચી શકે છે.

તમને જણાવી દઇએ કે સાઉથ આફ્રિકા સામે રમાનારી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ પણ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. તેથી ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં પણ કોઇ પણ પ્રકારનો ચાન્સ લેવા માગશે નહીં. તેથી જોહાનિસબર્ગ ટેસ્ટમાં ભારતીય ટીમ પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા બદલાવ સાથે મેદાનમાં ઉતરી શકે છે. આ ફેરફારો બેટિંગમાં નહીં પરંતુ બોલિંગમાં જોવા મળશે.

ટીમ મેનેજમેન્ટ બેટિંગમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને આ ટેસ્ટ મેચમાં વધુ એક અવસર આપવામાં આવી શકે છે. એવામાં આ બંનેનું બહાર થવું મુશ્કેલ લાગી રહ્યું છે. પરંતુ ફાસ્ટ બોલિંગમાં ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની જગ્યાએ ઉમેશ યાદવને સ્થાન મળી શકે છે. શાર્દુલ બેટ અને બોલ બંનેમાં કંઇ ખાસ કમાલ કરી દેખાડ્યો ન હતો.

તમને જણાવી દઇએ કે જોહાનિસબર્ગની પીચ પર વધારે ઘાસ હોવાથી અને વરસાદના કારણે હવામાન પણ બોલર્સની ફેવરમાં રહી શકે છે. તેથી ભારતીય ટીમ ચાર સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર્સની સાથે મેદાનમાં ઉતરવા માગશે. આ સિવાય સ્પીનરની શક્યતા ઘણી ઓછી જોવા મળી રહી છે. જો આવું થશે તો રવિચંદ્રન અશ્વિનના સ્થાને હનુમાન વિહારીને તક મળી શકે છે. હનુમાન વિહારીએ આફ્રિકામાં ઇન્ડિયા-એ ટીમ માટે સારું પ્રદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *