ટીમ ઇન્ડિયાના આ બે ઘાતક ખેલાડીઓ સ્કોટલેન્ડ પર પડ્યા ભારે…

ટી 20 વર્લ્ડકપમાં ભારત અત્યાર સુધીમાં બે મેચ હાર્યું અને બે મેચ જીતી ગયું છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ટીમમાં ઘણા ફેરફાર કર્યા હતા. ત્યારબાદ અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડની સામે મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય તેના બોલરોએ સાચો સાબિત કરી દીધો. ભારતના બોલરોએ સ્કોટલેન્ડની ટીમને 85 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતને મેચ જીતવા માટે 86 રનની જરૂર હતી. પરંતુ ભારત માટે ફક્ત જીતવું તે લક્ષ્યાંક ન હતું, સારી રનરેટથી જીતવું જરૂરી હતું.

સ્કોટલેન્ડ સામેની મેચમાં 86 રનનો પીછો કરવા માટે ભારત તરફથી રોહિત શર્મા અને કેએલ રાહુલની ઓપનિંગ જોડી મેદાનમાં ઉતરી હતી. આ બંને ખેલાડીઓએ મેદાનમાં તબાહી મચાવી દીધી હતી. કેએલ રાહુલે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રન બનાવ્યા ન હતા. પરંતુ સ્કોટલેન્ડ સામેની મેચમાં તેણે 19 બોલમાં 50 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી.

સ્કોટલેન્ડ સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાએ બોલથી કમાલ કરી બતાવ્યો હતો. તેણે સ્કોટલેન્ડના બેટ્સમેનોને ધડાધડ આઉટ કર્યા હતા. ક્રીઝ પર રવિન્દ્ર જાડેજાએ એવો ધડાકો કર્યો કે સ્કોટલેન્ડના બેટ્સમેનો તેની સામે ટકી શક્યા નહીં. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન અગાઉની મેચોમાં પણ સારું રહ્યું હતું.

સ્કોટલેન્ડ સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાએ 7મી ઓવરમાં કમાલ કરી બતાવ્યો હતો. રીચી બેરિંગ્ટનને ત્રીજા બોલ પર બોલ્ડ કર્યો હતો ત્યારબાદ તે જ ઓવરના છેલ્લા બોલ પર મેથ્યુ ક્રોસને બે રનના સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આમ રવિન્દ્ર જાડેજાએ એક જ ઓવરમાં બે વિકેટ લઇ મેચ પલટી નાખી હતી. ભારતને આટલી ઝડપથી વિકેટ અપાવી રવિન્દ્ર જાડેજાએ ભારત માટે જીતના દરવાજા ખોલ્યા હતા.

સ્કોટલેન્ડ સામેની મેચમાં મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાએ જબરદસ્ત બોલિંગ કર્યા બાદ ભારતના બેટ્સમેનોએ પણ જબરદસ્ત બેટિંગ કરી હતી. જેના કારણે ભારતે સ્કોટલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાને જીત માટે 86 રનની જરૂર હતી. કેએલ રાહુલે તાબડતોડ 50 રન બનાવી આ જીતને વધુ સરળ બનાવી દીધી હતી. તેથી આ મેચ જીતવાનો શ્રેય રવિન્દ્ર જાડેજાની સાથે કેએલ રાહુલને પણ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *