આ બે ઘાતક ખેલાડીઓ બની શકે છે ભારતના આગામી રોહિત અને ધવન, વન-ડે સિરીઝ માટે થયા પસંદ…

હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વન-ડે સિરીઝ શરૂ થશે. સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા 18 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.

ભારતીય યુવા બેટ્સમેન રોહિત શર્મા ફિટનેસની સમસ્યાને કારણે વન-ડે સિરીઝમાંથી બહાર થયા છે. આવી સ્થિતિમાં વન-ડે સિરીઝ માટે કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલને સોપવામાં આવી છે અને વાઇસ કેપ્ટન તરીકે જસપ્રીત બુમરાહને પસંદ કરવામાં આવ્યો છે. કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આ સિરીઝ જીતવા પ્રયત્ન કરશે.

ભારતીય ટીમના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવને પોતાના બેટથી દુનિયાની સૌથી મોટી ટીમને પણ હરાવી દીધી છે. આ બંને ખેલાડીઓએ મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ભારતનો ઝંડો લગાવ્યો છે. પરંતુ ઉંમર વધવાને કારણે પસંદગીકારો ભવિષ્યમાં આ બંને જેવા શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન ક્યાંથી મેળવશે તે અંગે ટેન્શન વધી રહ્યું છે.

રોહિત શર્માએ ભારત માટે વન-ડેમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. પરંતુ આવનારા સમયમાં ભારતનો નવો ઓપનર કોણ બનશે તે મોટો પ્રશ્ન છે. મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સનો ઋતુરાજ ગાયકવાડ આ સ્થાન માટે મોટો દાવેદાર છે. આઇપીએલ 2021માં ગાયકવાડે 635 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાને નામે કરી હતી. તેની બેટિંગ કોઇપણ બોલિંગ ઓર્ડરને તોડી શકે છે. આ ખેલાડી ચોક્કસપણે ભારત માટે ઓપનિંગની જવાબદારી સંભાળશે.

બીજી તરફ જોઇએ તો ડાબા હાથનો બેટ્સમેન શિખર ધવને ભારતીય ટીમને ઘણી મેચો જિતાડી છે. તેના વિકલ્પની વાત કરીએ તો કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતો વેંકટેશ ઐયર આ જવાબદારી નિભાવી શકે છે. ઝડપી બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ આ ખેલાડી નિપુણ છે. લાંબા શોટ મારવામાં અને વિકેટ લેવામાં આ ખેલાડી માહેર છે. આવનારા સમયમાં તે ભારતીય ક્રિકેટમાં મોટું નામ કમાઇ શકે છે.

ઋતુરાજ ગાયકવાડ અને વેંકટેશ ઐયર આ બંનેની જોડી ભવિષ્યમાં રોહિત શર્મા અને શિખર ધવનનું સ્થાન લઇ શકે છે. ઋતુરાજ ગાયકવાડ સીધા હાથનો બેટ્સમેન છે અને વેંકટેશ ઐયરમાં શિખર ધવનની ઝલક જોવા મળે છે. આ બંને ખેલાડીઓ ભવિષ્યમાં ભારત માટે સફળ ઓપનિંગ જોડી સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *