ડેવિડ વોર્નર સહિત આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓ નહીં રમી શકે IPLની શરૂઆતની મેચો, કારણ છે કંઇક આવું…

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન પહેલા બેંગલોર ખાતે 12 અને 13 ફેબ્રુઆરીના રોજ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ ફ્રેન્ચાઇઝી દ્વારા પસંદગી ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મોટી બોલી લગાવવામાં આવી હતી અને તમામ ટીમો હાલમાં ટાઇટલ જીતવા માટે મજબૂત પ્લેઇંગ ઇલેવન બનાવવામાં વ્યસ્ત છે.

આઇપીએલ 2022 માં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટસ થઈને ટોટલ 10 ટીમો વચ્ચે 70 જેટલી મેચ રમાવાની છે. આ વર્ષે આઈપીએલની શરૂઆત 26 માર્ચના રોજ થવા જઈ રહી છે. હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મોટાભાગની મેચો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાય તેવી શક્યતાઓ છે.

આઇપીએલ 2022નું આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આઈપીએલ શરૂ થાય તે પહેલાં જ ઘણી ટીમો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓ આઇપીએલ 2022માં રમી શકશે નહીં. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કઇ ટીમમાં છે અને શા કારણે આઇપીએલમાં રમી શકશે નહીં.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નર, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ આ ત્રણ ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની મેચમાં રમી શકશે નહીં. ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં પાકિસ્તાન સામે 29 માર્ચથી શરૂ થનારી મર્યાદિત ઓવરોની સિરીઝ માટે જઈ રહી છે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓ પાકિસ્તાન સિરીઝમાં રમવા જવાના હોવાને કારણે આઇપીએલમાં 5 એપ્રિલ પહેલા જોવા મળશે નહીં.

ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરને તાજેતરમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો છે. આ ઉપરાંત જોશ હેઝલવુડને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પેટ કમિન્સને કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા મોટી લગાવીને ખરીદવામાં આવ્યા છે. આ ત્રણ ખેલાડીઓ બહાર જવાના કારણે આ ટીમો મુશ્કેલીમાં મુકાય છે.

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝમાં ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ આઈપીએલના કારણે તે સિરીઝ રમવાની ના પાડી દીધી છે. પરંતુ આ ત્રણ ખેલાડીઓ પાકિસ્તાન સામેની સિરીઝમાં રમવા જશે. આવી સ્થિતિમાં તેઓ 5 એપ્રિલ સુધી આ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આઇપીએલમાં રમતા જોવા મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *