શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં આ ચાર ખેલાડીઓની થશે બાદબાકી…

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ હતી. ભારતીય ટીમે આ સિરીઝમાં વિજય મેળવ્યા બાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમવાની છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની આ બંને સિરીઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ પણ શરૂ થવાની છે. ટૂંક સમયમાં બીસીસીઆઇ દ્વારા આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઘણી ફેરબદલ જોવા મળી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ નવા કેપ્ટનની શોધમાં છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં જોવા મળશે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં જ બીસીસીઆઇએ અગત્યનું નિવેદન આપ્યું છે. બીસીસીઆઇના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં આ ચાર ખેલાડીઓ જોવા મળશે નહીં. તેઓના નામની વિચારણા કરવામાં આવશે નહીં. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ભારત અને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઇશાંત શર્મા અને રિદ્ધિમાન સાહા આ ચાર ખેલાડીઓને પસંદ કરવામાં આવશે નહીં. તેઓના નામ અંગે કોઇપણ વિચાર કરવામાં આવશે નહીં. આ ચાર ખેલાડીઓ ઘણા લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની કમજોરી બની રહ્યા છે અને ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહ્યા છે.

બીસીસીઆઇના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પસંદગીકારો હવે નવા ચહેરાઓને તક આપવા માંગે છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટ અન્ય સભ્યો સાથે વાટાઘાટ કરીને આ નિર્ણય લીધો છે. ઇશાંત શર્મા અને સાહા આ બંને પોતાનો ગોલ્ડન સમય પૂરો કરી ચૂક્યા છે અને તેમની વય પણ વધી ગઇ છે. આ બંને ખેલાડીઓએ ઘણું યોગદાન આપ્યું છે.

આ ઉપરાંત રહાણે અને પૂજારાની વાત કરીએ તો આ બંને ખેલાડીઓ અંગે જણાવ્યું હતું કે તેઓ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરશે તો તેમને પુનઃસ્થાન આપવામાં આવી શકે છે. આવા કારણોસર આ બંને ખેલાડીઓને રણજી ટ્રોફી ટીમ સાથે જોડાવા જણાવવામાં આવ્યું છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં આ ચાર ખેલાડીઓની બાદબાકી કરીને નવા ખેલાડીઓને તક આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *