ત્રીજી ટેસ્ટ મેચમાંથી આ ઘાતક ખેલાડીઓનું પત્તું કપાશે, કેપ્ટન રાહુલે આપ્યા સંકેત…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. જેમાં સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ મેચ સાત વિકેટે જીતીને સિરીઝને એક-એકથી બરાબર કરી દીધી છે. ત્રીજી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. ભારત ત્રીજી ટેસ્ટ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા માગશે.
બીજી ટેસ્ટ મેચ ની વાત કરવામાં આવે તો બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર થયો હતો. ત્યારબાદ ભારતીય ટીમના કેપ્ટન તરીકે કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી હતી. વિરાટ કોહલીના સ્થાને હનુમાન વિહારી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં ભારતીય ટીમ એક પણ ટેસ્ટ સીરીઝ સાઉથ આફ્રિકાની ધરતી પર જીતી શકી નથી. તેથી ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચને લઇને કોઇ પણ પ્રકારનો ચાન્સ લેવા માગશે નહીં.
ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે. જોહાનિસબર્ગમાં ટીમ ઇન્ડિયા માટે એક ખેલાડી વિલન બન્યો હતો. જેને ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે. આ ખેલાડીના શરમજનક પ્રદર્શનને કારણે જોહાનિસબર્ગમાં સિરીઝ જીતવાની તક ભારતના હાથમાંથી સરકી ગઇ હતી.
કેએલ રાહુલે સંકેત આપ્યા છે કે મોહમ્મદ સિરાજ ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ શકે છે તમને જણાવી દઇએ કે મોહમ્મદ સિરાજ પણ આ ટેસ્ટ મેચમાં સુપર ફ્લોપ સાબિત થયો હતો. મોહમ્મદ સિરાજની જગ્યાએ ઉમેશ યાદવને ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયામાં તક મળી શકે છે.
મોહમ્મદ સિરાજે પ્રથમ ઇનિંગમાં 9.5 ઓવર ફેંકી હતી. ત્યારબાદ તે ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે મેદાનથી બહાર ગયો હતો અને બીજી ઇનિંગમાં તેણે 6 ઓવર ફેંકી હતી. પરંતુ તેમાં પણ તે એક પણ વિકેટ લઇ શકયો ન હતો. આવી સ્થિતિમાં તે ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ શકે છે. તેના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સ્થાન મળી શકે છે.