આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં થશે આ મોટા ફેરફારો, જાણો કયા ખેલાડીઓને મળશે તક…

ભારતીય ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ભારતે ન્યુઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ 3-0 થી જીતી હતી. જે બાદ ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝમાં પણ 1-0 થી વિજય પ્રાપ્ત કર્યો હતો. ન્યૂઝીલેન્ડ બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે જવાની છે. વિરાટ કોહલીએ સ્પષ્ટ જણાવ્યું છે કે હવે તેનું ધ્યાન સાઉથ આફ્રિકા પ્રવાસ પર છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી ટૂંક સમયમાં થશે. પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા, અભય કુરુવિલા અને સુનીલ જોષી મુંબઇ ટેસ્ટ પર નજર જમાવીને બેઠા હતા. આફ્રિકા પ્રવાસ પહેલા ટીમ સિલેક્શનને લઇને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ પ્રવાસ માટે ભારતીય ટીમમાં ઘણા બધા મોટા ફેરફારો જોવા મળી શકે છે.

આફ્રિકા પ્રવાસે અજિંક્ય રહાણે માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન જાળવી રાખવું મુશ્કેલ બની શકે છે. જ્યારે શુભમન ગિલ જેવા ખેલાડીઓએ છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત પ્રદર્શન કરીને પોતાનું સ્થાન ટીમ ઇન્ડિયામાં નિશ્ચિત કર્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઇજાના બહાને અજિંક્ય રહાણેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. અજિંક્ય રહાણે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ પર તેનું પત્તું કપાઇ શકે છે.

ભારતીય ટીમમાં બોલરોની વાત કરીએ તો ઇશાંત શર્મા પણ ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની સિરીઝ બાદ ઇશાન્ત શર્માના પ્રદર્શનમાં ગિરાવટ આવી છે. ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનું સ્થાન નિશ્ચિત છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ આ બંને ખેલાડીઓ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં જોડાશે. જ્યારે ઇશાંત શર્માનું પત્તું ટીમ ઇન્ડિયામાંથી કપાઇ શકે છે.

શિખર ધવન પણ ભારતીય ટીમ સાથે જોડાઇ શકે છે. તેણે અત્યાર સુધીમાં 17 સદીઓ ફટકારી છે. પરંતુ ઇજાના કારણે બહાર થતા તેનું સ્થાન કેએલ રાહુલે લઇ લીધું છે. રાહુલના સારા પ્રદર્શનના કારણે શિખર ધવનને ત્યાર પછીની મેચમાં મોકો મળ્યો નથી. સાઉથ આફ્રિકાના પ્રવાસ પર શિખર ધવનનું સિલેકશન થઇ શકે છે. આ ઉપરાંત ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને પણ તક મળી શકે છે.

આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ખેલાડીઓને આફ્રિકાના પ્રવાસે તક મળી શકે છે. ઇશાન કિશન, સૂર્ય કુમાર યાદવ, આવેશ ખાન અને હર્ષલ પટેલ જેવા યુવા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત શિખર ધવન અને યુજવેન્દ્ર ચહલ જેવા અનુભવી ખેલાડીઓની ટીમમાં વાપસી થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *