ગેલ સહિત આ 5 સ્ટાર ખેલાડીઓ આ વર્ષે ક્રિકેટ જગતને કહેશે અલવિદા…
ક્રિકેટમાં આ સમયે દાયકાના સૌથી શક્તિશાળી ખેલાડીઓ મેદાનમાં મેચ રમતા જોવા મળે છે. પરંતુ 2022 તેમના માટે અંતિમ વર્ષ હોઇ શકે છે. ઉંમર વધતાની સાથે ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરતા હોય છે. આ પાંચ ખેલાડીઓએ વિશ્વ ક્રિકેટમાં ઘણું યોગદાન આપ્યું છે. પરંતુ આ વર્ષે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ શકે છે.
વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલની હાલની ઉંમર 42 વર્ષ છે. યુનિવર્સલ બોસ તરીકે પ્રખ્યાત આ ખેલાડીએ અત્યાર સુધીમાં 103 ટેસ્ટ મેચમાં પાંચ સદી ફટકારીને 7214 રન બનાવ્યા છે. આ સાથે 301 વનડે મેચમાં 25 સદી ફટકારીને 10480 રન બનાવ્યા છે. ટી 20ના બાદશાહ તરીકે જાણીતા આ ખેલાડીએ ઘણી મેચો પોતાની ટીમને જીતાડી છે. આ ખેલાડીની ઉંમર જોતા એવું લાગે છે કે આ વર્ષે નિવૃત્તિ જાહેર કરી શકે છે.
ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીની વાત કરીએ તો 37 વર્ષીય બેટ્સમેન ટીપ પેને 2009 માં પોતાના દેશ માટે રમવાની શરૂઆત કરી હતી. તેણે 35 ટેસ્ટ અને 35 વનડે ઇન્ટરનેશનલ મેચ રમી છે. આ ખેલાડી વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત બન્યો છે. તેણે તેની છેલ્લી મેચ ઓક્ટોબર 2017માં ભારત સામે રમી હતી. આ ખેલાડી આ વર્ષે નિવૃત્તિ જાહેર કરી શકે છે.
ત્યારબાદ વાત કરીએ તો ઇંગ્લેન્ડના 39 વર્ષીય બોલર જેમ્સ એન્ડરસનનું છેલ્લું આંતરરાષ્ટ્રીય વર્ષ હોઇ શકે છે. તેણે પોતાની ટીમ માટે 168 ટેસ્ટ મેચ અને 194 વનડે મેચ રમી છે. જેમ્સ એન્ડરસને 639 વિકેટ લીધી છે. જેમાં 31 વખત પાંચ વિકેટ અને 3 વખત દસ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ ખેલાડી પોતાની અંતિમ કારકિર્દી માંથી પસાર થઇ રહ્યો છે.
વિકેટકીપર બેટ્સમેન મેથ્યૂ વેડ ની ઉંમર પણ 34 વર્ષ થઇ છે. તેણે પોતાના દેશ માટે 36 ટેસ્ટ અને 97 વનડે મેચ રમી છે. તેને ટેસ્ટમાં ચાર સદી, પાંચ અડધી સદી અને વનડેમાં એક સદી, 11 અડધી સદી ફટકારી છે. આ ખેલાડી પોતાની ખતરનાક બેટિંગ માટે દુનિયાભરમાં જાણીતો બન્યો છે. આ વર્ષ તેના માટે કારકિર્દીનું છેલ્લું વર્ષ હોઇ શકે છે.
સાઉથ આફ્રિકાનો 42 વર્ષીય બોલર ઇમરાન તાહિર આ વર્ષે ક્રિકેટને અલવિદા કહી શકે છે. તેણે પોતાની ટીમ માટે 20 ટેસ્ટ મેચ અને 107 વનડે મેચ રમી છે. જેમાં ટેસ્ટમાં 57 અને વનડેમાં 113 વિકેટ ઝડપી છે. સાઉથ આફ્રિકા માટે ઇમરાન તાહિર એક મજબૂત ખેલાડી ગણાતો હતો અને તેણે વિશ્વમાં પોતાની ઘાતક બોલિંગથી દુનિયાભરમાં પોતાનું નામ બનાવ્યું છે. પરંતુ તે આ વર્ષે નિવૃત્તિ જાહેર કરી શકે છે.