ટીમ ઇન્ડિયામાં થશે આ 4 મોટા બદલાવ, જાણો કોની થશે એન્ટ્રી અને કોનું પત્તું કપાશે…
ટી 20 વર્લ્ડ કપ 2021 ની પહેલી જ મેચમાં ભારતીય ટીમના હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન સામે મળેલી હાર બાદ ભારતીય ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ પડી જશે. પાકિસ્તાન સામેની આ કામરી હાર બાદ ટીમ ઇન્ડિયામાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે.
ભારત પોતાની આગામી મેચ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમશે. જો આ મેચમાં ભારતનો પરાજય થશે. તો ભારત સેમીફાઇનલની રેસમાંથી બહાર થઇ શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ કોઇ ચાન્સ લેશે નહીં. તમને જણાવી દઇએ કે ભારત હજુ સુધી એક પણ વખત ટી 20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે જીત્યું નથી.
ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચ માટે ટીમ ઇન્ડિયામાં ઘણા બધા મોટા ફેરફારો જોવા મળી શકે છે. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને વરુણ ચક્રવર્તીનું સ્થાન જોખમમાં છે. પાકિસ્તાન સામેની મેચમાં આ ખેલાડીઓને રમાડવાનો નિર્ણય ખોટો સાબિત થયો હવે ટીમ સિલેક્શનને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સૂર્યકુમાર યાદવ ટીમ માટે બોજારૂપ સાબિત થઇ રહ્યો છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ તે માત્ર 11 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તેના આ ખરાબ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેને ટીમમાં સ્થાન મળશે નહીં. તેના સ્થાને ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેની સાથે તે ઘણા સમયથી બોલિંગ પણ કરી રહ્યો નથી. તેમ છતાં પણ તેને ફિનિશર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ આ કામ પણ તે કરી રહ્યો નથી. તેથી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેની ટીમમાં સ્થાન મળશે નહીં. તેના સ્થાને બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
પાકિસ્તાન સામેની મેચમાં અશ્વિનની જગ્યાએ વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ કેપ્ટન વિરાટ કોહલીનો આ નિર્ણય ખોટો સાબિત થયો. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 33 રન આપ્યા હતા અને તે દરમિયાન તેને એક પણ વિકેટ નહોતી મળી. હવે 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મેચમાં તેણે ટીમમાં સ્થાન મળશે નહીં. તેના સ્થાને વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર પણ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આઇપીએલ 2021માં તેણે 13 મેચમાં માત્ર 6 વિકેટ લીધી હતી. તેમ છતાં પણ તેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. જે નિર્ણય ખોટો સાબિત થયો. હવે તેના સ્થાને ટીમમાં રાહુલ ચહરને તક આપવામાં આવી શકે છે.