સરફરાઝ ખાન સહિત આ 3 ખેલાડીઓને રાતોરાત મળ્યું સ્થાન, ઇંગ્લેન્ડ સામે મચાવી શકે છે તમાહી…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 મેચોની ટેસ્ટ સિરીઝની શરૂઆત થવાની છે. આ સિરીઝ પહેલા હાલમાં બંને ટીમોના તમામ ખેલાડીઓ હૈદરાબાદ ખાતે આવી પહોંચ્યા છે અને પ્રથમ મેચ પહેલા પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ તમામ મેચો તમામ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની છે. રોહિતે પ્રથમ મેચ પહેલા હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે.

રોહિત પહેલેથી યુવા ખેલાડીઓને સ્થાન આપવા માટે જાણીતો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તે ટીમ મજબૂત કરી રહ્યો છે. હાલમાં જ તેણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરફરાઝ ખાન સહિત આ ત્રણ ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં નેટ પ્રેક્ટિસ માટે સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ હાલમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને હાલમાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે નેટ બેટ્સમેન તરીકે ઘણા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહી શકે છે. અત્યાર સુધી તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તે ઘણી સદી પણ ફટકારી ચૂક્યો છે. જેથી આગામી સમયમાં તેને મુખ્ય ટીમમાં સ્થાન મળશે તે પણ નક્કી છે.

આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર આવેશ ખાનને પણ બોલાવવામાં આવ્યો છે. તેને પણ નેટ બોલર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. તેના માટે પણ આ મેચો મહત્વની રહેશે. થોડા સમય પહેલા તે ટીમ સાથે જોવા મળ્યો હતો પરંતુ ખરાબ પ્રદર્શનના કારણે તેને હાલમાં સ્થાન આપવામાં આવ્યું નથી. હવે તે નેટ બોલર તરીકે સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં વાપસી કરતો જોવા મળશે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન તિલક વર્માને પણ નેટ પ્રેક્ટિસ માટે સામેલ કરવામાં આવી શકે છે. તે પણ આગામી સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ભારતીય ટીમ ફરી એક વખત યુવા ખેલાડીઓથી ભરેલી જોવા મળશે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ આઇપીએલ 2024ની ભવ્ય શરૂઆત થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *