મોહમ્મદ શમી સહિત આ 3 ખેલાડીઓ બન્યા રાજનીતિના શિકાર, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ન મળ્યું સ્થાન…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં ત્રણ મેચોની મહત્વની ટી-20 સિરીઝ રમાઈ રહી હતી. આ સિરીઝ 17 જાન્યુઆરીએ પૂર્ણ થઇ છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની મહત્વની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સિરીઝ ભારત અને ઇંગ્લેન્ડ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહે તેમ છે. આ બાબતે હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યુઝ પણ સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ફરી એક વખત ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ખેલાડીઓને બહાર પણ કરવામાં આવ્યા છે. ટીમની જાહેરાત થતા જ વિવાદ થયો છે. ઈશાન કિશન સહિત આ ત્રણ ઘાતક ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઇજાને કારણે આફ્રિકા પ્રવાસ પર રમી શક્યો નહોતો. હાલમાં તે રમવા માટે સંપૂર્ણપણે સ્વસ્થ છે છતાં પણ તેને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વર્લ્ડકપના સારા પ્રદર્શન બાદ તેનું ફોર્મ જાળવી રાખવું ખૂબ જરૂરી છે. આ ખરાબ બાબત પણ ગણી શકાય છે. તે જલ્દી વાપસી કરે તેવી આશા રહેલી છે.

આ ઉપરાંત ભારતીય સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને પણ ઇંગ્લેન્ડ સામે સ્થાન આપવામાં આવ્યું નથી. હાલમાં જ તેણે રણજી ટ્રોફીમાં 243 રન બનાવીને વાપસી કરવાનો દાવો કર્યો હતો પરંતુ તેને હાલમાં યાદ પણ કરવામાં આવ્યો નથી. તેનું કરિયર પણ લગભગ હવે પૂર્ણ થયું હોય તેવું કહી શકાય છે. તેને હવે સ્થાન મળવું ઘણું મુશ્કેલ થઈ શકે છે. હાલમાં જ આ સમગ્ર અપડેટ આવ્યું છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેનર ઇશાન કિશન છેલ્લા બે વર્ષથી ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકેની મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. થોડા સમય પહેલા તેને અચાનક જ આફ્રિકા પ્રવાસમાં સ્થાન મળ્યું નહોતું અને હાલમાં ઇંગ્લેન્ડ સામે પણ સામેલ કરવામાં આવ્યો નથી. તે હાલમાં પોતાના કરિયરના સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. અચાનક બહાર થતાં જ તેને મોટો ફટકો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *