ચેતેશ્વર પુજારા સહિત આ 3 ખેલાડીઓ બન્યા રાજનીતિના શિકાર, ઇંગ્લેન્ડ સામેની બાકીની ત્રણેય મેચોમાં પણ ન મળ્યું સ્થાન…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રોહિત શર્માની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચ તાજેતરમાં પૂર્ણ થઈ ચૂકી છે. બંને ટીમોએ આ સીરીઝની 1-1 મેચમાં વિજય મેળવ્યો છે. હવે બાકી રહેલી ત્રણેય મેચો ખૂબ જ અગત્યની સાબિત થવાની છે. આ પહેલા એક અન્ય મહત્વપૂર્ણ બાબત પણ સામે આવી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા થોડા સમય પહેલા પ્રથમ બંને મેચો માટે તેમની જાહેરાત કરવામાં આવી હતી. હવે આગામી ત્રણેય મેચો માટે મહત્વનું અપડેટ આપવામાં આવ્યું છે. જે મુજબ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત આ ત્રણ ખેલાડીઓને ફરી એક વખત બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ત્રણેય સુપરસ્ટાર ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને હજુ પણ સ્થાન આપવામાં આવ્યું નથી. હાલમાં તે રમવા માટે સ્વસ્થ થયો છે. વર્લ્ડ કપ બાદ તે ઇજાને કારણે બહાર થયો હતો પરંતુ હવે તે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે છતાં પણ ઇંગ્લેન્ડ સામેની બાકીની ત્રણેય મેચોમાં તેનો સ્થાન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત આ બાબતે કોઈ ચોક્કસ કારણ પણ જણાવવામાં આવ્યું નથી.

આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને પણ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. પુજારાએ તાજેતરમાં જ રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને વાપસી કરવાનો દાવો ઠોક્યો હોતો પરંતુ હજુ પણ તેને સ્થાન આપવામાં આવ્યું નથી. એક સમયે તે ભારતીય ટીમ માટે દીવાલ સમાન ઊભો રહેતો હતો પરંતુ અચાનક જ હાલમાં તેને અવગણના થઈ રહી છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત ભારતીય પૂર્વ વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેને પણ સ્થાન આપવામાં આવશે નહીં. એક સમયે તે ઘણા મોટા રેકોર્ડ બનાવી રહ્યો હતો પરંતુ હાલમાં તેનું સ્થાન પણ મુશ્કેલ થયું છે. આ ત્રણેય ખેલાડીઓ હવે ક્યારે જોવા મળશે તે પણ કહેવું અઘરું છે. હાલમાં ભારતીય ટીમમાં ઘણા નવા જોવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *