ઇજાનું બહાનું કાઢીને ફરતા પકડાયા આ 2 ખેલાડીઓ… BCCI સામે દાદાગીરી કરી હોવાથી સેલેરી કોન્ટ્રાક્ટમાંથી કર્યા બહાર…

ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની આગેવાની ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ ત્રણેય મેચો હાલમાં પૂર્ણ થઈ ચૂક્યા છે અને ચોથા ટેસ્ટ મેચની શરૂઆત થઈ ચૂકી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ આઇપીએલ 2024ની શરૂઆત થવાની છે. અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘણા નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ખેલાડીઓની ઈજાને કારણે રોહિત શર્માનું ટેન્શન વધી રહ્યું છે પરંતુ હાલમાં અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઇજાનુ બહાનું કાઢીને આ બે ભારતીય ખેલાડીઓ હાલમાં ફરવા નીકળ્યા છે. તેઓને બીસીસીઆઈ દ્વારા સબૂત સાથે પકડવામાં આવ્યા છે અને ગંભીર સજા આપવામાં આવી છે.

તાજેતરમાં મળેલ અહેવાલ અનુસાર ઇજાનું બહાનું કાઢીને ફરવા નીકળેલ આ બે ખેલાડીઓને બીસીસીઆઈ દ્વારા સેન્ટર કોન્ટ્રાક્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેઓ હવે સેલેરી કોન્ટ્રાક્ટના ભાગ બનશે નહીં. આ ઉપરાંત આઇપીએલ રમવા માટે તેઓને રણજી ટ્રોફી રમવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ તેઓ પણ રાજી થયા નથી. તો ચાલો આપણે જાણીએ કે ખેલાડીઓ કોણ કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન ઇંગ્લેન્ડ સમયની ટેસ્ટ સીરીઝમાં હાલમાં રમતો જોવા મળ્યો નથી. લાંબા સમયથી તે બહાર ફરવા નીકળ્યો છે. આઇપીએલ રમવા માટે તેને રણજી ટ્રોફી રમવાનું કહ્યું હતું પરંતુ તે સહમત થયો નથી. આવી સ્થિતિમાં હાલમાં કોન્ટ્રાક્ટમાંથી બહાર થયો હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ આ સમગ્ર અપડેટ સામે આવ્યું છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર પણ રણજી ટ્રોફી રમવાનો ઇનકાર કરી રહ્યો છે. હાલમાં ઇંગ્લેન્ડ સામેની બાકીની મેચોમાં તેને સ્થાન મળ્યું નથી. આવી સ્થિતિમાં તેને રણજી ટ્રોફીની મેચોમાં વાપસી કરવાનું કહેવામાં આવ્યું હતું. તે સહમત થયો નથી. જેથી તેને પણ કોન્ટ્રાક્ટ માંથી બહાર કરવામાં આવશે તેવા અહેવાલ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *