પાકિસ્તાન સામેની મેચમાં આવી કંઇક રહેશે ભારતની પ્લેઇંગ ઇલેવન…
17 ઓક્ટોબરથી આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021 ની શરૂઆત થઇ ગઇ છે. ભારત અને પાકિસ્તાન પોતાની પહેલી મેચ 24 ઓકટોબરના રોજ દુબઇમાં રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માટે દર્શકો રાહ જોતા હોય છે કારણ કે આ બંને ટીમો માત્ર આઇસીસી ઇવેન્ટમાં જ ટકરાતી હોય છે. ટી 20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતનો જબરદસ્ત રેકોર્ડ છે. ભારત ટી 20 વર્લ્ડકપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે એક પણ મેચ હાર્યું નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ટી 20 વર્લ્ડકપમાં પાંચ મેચો રમાઇ છે. જેમાંથી તમામ મેચો ભારતે જીતી છે. ભારતને આ વખતે ટી 20 વર્લ્ડકપ જીતવા માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે કારણ કે ભારત પાસે એવા ખેલાડીઓ છે જે માત્ર એક ઓવરમાં જ મેચને પલટી શકે છે.
24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતે બે પ્રેક્ટિસ મેચ રમી હતી. જેમાં ભારતના તમામ ખેલાડીઓનું પ્રદર્શન ઉચ્ચસ્તરીય જોવા મળ્યું હતું. આ બંને મેચ ભારતે આસાનીથી જીતી લીધી હતી. પ્રેક્ટિસ મેચ બાદ વિરાટ કોહલી ટીમ કોમ્બિનેશનને લઇને અટવાયેલો છે.
બંને પ્રેક્ટિસ મેચમાં દરેક ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન બતાવ્યું હતું. તેથી પ્રેક્ટિસ મેચો બાદ પાકિસ્તાન સામેની મેચમાં કોને ટીમમાં રાખવા અને કોને ન રાખવા તેને લઇને વિરાટ કોહલી અટવાયેલો છે. હવે આ મુશ્કેલીનો ઉકેલ માત્ર મહેન્દ્ર સિંહ ધોની લાવી શકે છે.
પાકિસ્તાન સામેની મેચમાં આવી કંઇક રહેશે ભારતની પ્લેઇંગ ઇલેવન :- રોહિત શર્મા, કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.