ટીમ ઇન્ડિયામાં આ બે યુવા ખેલાડીઓની થશે એન્ટ્રી, જાણો કોના પત્તા કપાશે…

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે જશે. ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સીરીઝ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. સાઉથ આફ્રિકા પ્રવાસ સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. રોહિત શર્માને બંને ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ઘણા ખેલાડીઓ પોતાના ખરાબ પ્રદર્શનના કારણે બહાર થઇ શકે છે. વિજય હજારે ટ્રોફીમાં શિખર ધવન નબળી લયમાં જોવા મળી રહ્યો છે. સતત નબળા પ્રદર્શનને કારણે શિખર ધવનને ઓપનર તરીકેનું સ્થાન મેળવવું મુશ્કેલ છે. બીજી તરફ જોઇએ તો હાર્દિક પંડ્યા પણ છેલ્લા ઘણા સમયથી ઇજાને કારણે બહાર થયો છે. બંને ખેલાડીઓ સતત નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ માટે જબરદસ્ત ફોર્મમાં રહેલા આ બે ખેલાડીઓની પસંદગી થઇ શકે છે. મહારાષ્ટ્રનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું છે. ગાયકવાડે શ્રીલંકામાં બે ટી 20 ઇન્ટરનેશનલ રમી હતી. પરંતુ તેને વન-ડેમાં તક મળી ન હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલના કારણે તેને તક આપવામાં આવતી નહોતી. સતત ત્રણ સદી ફટકારનારો આ ખેલાડી ટીમ ઇન્ડિયામાં આવી શકે છે.

એક એવા બીજા ખેલાડી ની વાત કરી કે જે તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં ધૂમ મચાવી રહ્યો છે. વેંકટેશ અય્યરે કેરળ સામે ચોથા નંબર પર બેટિંગ કરતી વખતે 84 બોલમાં 112 રન બનાવ્યા હતા. ત્યારબાદ પાંચમાં નંબર પર બેટિંગ કરતી વખતે 49 બોલમાં 71 રન ફટકાર્યા હતા. આ શ્રેણીને આગળ લઇ જતા રવિવારે તેણે 113 બોલમાં 10 છગ્ગાની મદદથી 151 રનની ઇનિંગ રમી હતી.

શિખર ધવનના સતત ખરાબ ફોર્મના કારણે તેનું સ્થાન કાયમી માટે ઋતુરાજ ગાયકવાડ લઇ શકે છે. અને હાર્દિક પંડ્યા ફિટ ન હોવાને કારણે તેના સ્થાને ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને તક મળી શકે છે. બંને ખેલાડીઓના સારા પ્રદર્શનના કારણે સાઉથ પ્રવાસ પર જગ્યા મેળવી શકે છે. સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં થશે.

ઋતુરાજ ગાયકવાડ રન બનાવવાની ક્ષમતા ધરાવતો ખેલાડી છે. એકવાર લઇમાં આવ્યા પછી તે લાંબી ઇનિંગ્સ રમી શકે છે. વેંકટેશ ઐયર પણ બેટિંગ ઉપરાંત બોલિંગમાં મહેર છે. હાર્દિક પંડ્યાની જેમ તે પણ શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડી છે. આ બંને ખેલાડીઓ ભારતીય ટીમમાં મેચ વિનર સાબિત થઇ શકે છે. ચાહકો અને ખેલાડીઓની નજર પસંદગીકારો પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *