આ દિગ્ગજ ખેલાડીને ખરીદવા માટે મુંબઇ અને ચેન્નઇ વચ્ચે થશે જંગ…

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન એપ્રિલ અને મે મહિનામાં રમાશે. તે પહેલા 12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શન પણ થવા જઇ રહ્યું છે. આ ભવ્ય મેગા ઓક્શનમાં તમામ ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. મેગા ઓક્શન પહેલા તમામ ટીમો દ્વારા પોતાના રીટેન્શન લિસ્ટ બીસીસીઆઇને આપવામાં આવ્યા છે.

આઇપીએલ પહેલા યોજાનાર મેગા ઓક્શનમાં દેશ-વિદેશના 590 જેટલા ખેલાડીઓએ હરાજી માટે પોતાના નામ નોંધાવ્યા છે. આ વર્ષે ખેલાડીઓનું ભવિષ્ય 10 ટીમોના હાથમાં છે. તમામ ફ્રેન્ચાઇઝીઓ પોતાની ટીમમાં એક ઘાતક બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડર ખેલાડીની પસંદગી કરવા પ્રયત્ન કરશે. આ વખતે યોજાનાર મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે.

તાજેતરમાં તમામ ટીમો દ્વારા પોતાના પસંદગીના ખેલાડીઓના લિસ્ટ બનાવવામાં વ્યસ્ત છે. તેવામાં આજે એક એવા ખતરનાક ખેલાડીની વાત કરીએ કે જે પોતાના સારા પ્રદર્શનના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ થયો છે. આ ખેલાડીને ખરીદવા માટે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે મોટી લડાઇ થઇ શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી યુજવેન્દ્ર ચહલ છે. આ સ્પિનરનું મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ઉત્તમ પ્રદર્શન રહ્યું છે અને નિર્ણાયક પ્રસંગોએ અજાયબી કરવાની ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધી ચહલ આરસીબી ટીમનો ભાગ રહ્યો હતો. તેને વિરાટ કોહલીનો ફેવરિટ ખેલાડી માનવામાં આવે છે. પરંતુ તાજેતરમાં આરસીબી દ્વારા તેને જાળવી રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં આ ખેલાડી મેગા ઓક્શનમાં ઉતરી રહ્યો છે.

મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા મેગા ઓક્શન પહેલા રીટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ બંને ટીમો પોતાના મુખ્ય સ્પિનર બોલર તરીકે યુઝવેન્દ્ર ચહલની પસંદગી કરવા ઇચ્છે છે. ચહલે તેની જાદુઇ સ્પિન બોલિંગથી ઘણી વિકેટો ઝડપી છે. આ બંને ટીમો મેગા ઓક્શનમાં આ ખેલાડી પર મોટી બોલી લગાવી શકે છે.

યુઝવેન્દ્ર ચહલે આઇપીએલમાં 139 વિકેટ ઝડપી છે. ચહલ 2011 અને 2013ની વચ્ચે મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ રહ્યો હતો. હવે રોહિત શર્માની ટીમ તેને સ્વદેશ લાવવા માટે આતુર છે. આવી સ્થિતિમાં ચેન્નઇ સુપરકિંગ્સની ટીમ પણ તેને ખરીદવા માટે મોટી બોલી લગાવવા તૈયાર છે. આ ખેલાડી મોટી અજાયબી કરવાની ક્ષમતા ધરાવે છે. ચહલને ખરીદવા માટે આ બંને ટીમો વચ્ચે મોટી લડાઇ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *