આ યુવા ભારતીય ક્રિકેટર ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે જોડાયો, IPLમાં પણ છે…

વેસ્ટ ઇન્ડીઝમાં અંડર 19 વર્લ્ડકપ જાન્યુઆરી 2022માં રમાવાનો છે. ઓસ્ટ્રેલિયાની ટીમને વર્લ્ડ કપમાં ગ્રુપ ડીમાં સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયાની સાથે ગ્રુપ ડીમાં વેસ્ટ ઇન્ડિઝ, સ્કૉટલેન્ડ અને શ્રીલંકા પણ છે. અંડર 19 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ઉતરી રહી છે. 15 સભ્યોની જાહેર થયેલી ઓસ્ટ્રેલિયન ટીમમાં એક મૂળ ભારતીય ક્રિકેટરને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયન ટીમમાં પસંદ થયેલો મૂળ ભારતીય ખેલાડી નિવેથન રાધાકૃષ્ણન છે. 19 વર્ષીય નિવેથન રાધાકૃષ્ણનનો પરિવાર 2013માં તામિલનાડુથી સિડની શિફ્ટ થયો હતો. તે અંડર 16માં પણ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. આ મૂળ ભારતીય ખેલાડી મેચ જીતવાની કળા ધરાવે છે.

નિવેથન રાધાકૃષ્ણન તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમી ચૂક્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ તે દિલ્હી કેપિટલ્સ તરફથી નેટ બોલિંગ કરતો હતો. આ વર્ષે તેણે તસ્માનીયા માટે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું શરુ કરી દીધું છે. નિવેથન રાધાકૃષ્ણનને ઊંધા હાથનો ટોપ બોલર ગણવામાં આવે છે. આ ખેલાડી બંને હાથથી બોલિંગ કરવાની કળા ધરાવે છે.

નિવેથન રાધાકૃષ્ણનના પિતા અન્બુ સેલ્વને તેને બોલિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. નિવેથન રાધાકૃષ્ણન શરૂઆતમાં ફાસ્ટ બોલિંગ કરતો હતો, પરંતુ બાદમાં તેણે સ્પીન બોલિંગ કરવાની શરૂ કરી દીધી. ઉંમર વધતાની સાથે ધીમે ધીમે તેનામાં બોલિંગની કળા વિકસતી ગઇ. મૂળ ભારતીય હોવા છતાં પણ આજે તે ઓસ્ટ્રેલિયાની ટીમમાં સિલેક્ટ થયો છે.

વેસ્ટ ઇન્ડીઝમાં યોજાનાર આ અંડર 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પણ ભાગ લેશે. મૂળ ભારતીય હોવા છતાં પણ તે આ મોટા ટુર્નામેન્ટમાં ભારતની વિરુદ્ધ રમતો જોવા મળશે. આ ઉપરાંત તેણે તમિલનાડુ પ્રીમિયર લીગમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. સોળ વર્ષની ઉંમરે પણ આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ઓસ્ટ્રેલિયાની અંડર 19 ટીમમાં હરકિરત બાઝવા, એડેન કાહિલ, કપૂર કનોલી, જોશુઆ ગાર્નર, ઇસાક હિગિંસ, કેપબેલ કેલાવે, કોરે મિલર, જેક નિસબેટ, નિવેથન રાધાકૃષ્ણન, વિલિયમ સાલ્જમાન, લાચલન શૉ, જેક્સન, સિનફીલ્ડ, ટોબાસ સ્નેલ, ટૉમ વ્હીટની, ટીગ વિલીની પસંદગી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *