વર્લ્ડકપ જીતાડનાર આ ઘાતક ખેલાડીએ અચાનક જ કરી નિવૃત્તિની જાહેરાત…

દર વર્ષે ક્રિકેટ જગતમાં ઘણા યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને પોતાના દેશની ટીમમાં સ્થાન મેળવતા હોય છે. આ ઉપરાંત ઘણા ખેલાડીઓ નિવૃત્તિ પણ જાહેર કરતા હોય છે. ક્રિકેટ જગતે વિશ્વને ઘણું બધુ આપ્યું છે.આ ઉપરાંત દેશ-વિદેશના જબરદસ્ત સ્કીલ ધરાવતા ખેલાડીઓએ પોતાના નામે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

વર્ષ 2021 દરમિયાન એબી ડીવિલિયર્સ, ડવેન બ્રાવો, ડેલ સ્ટેન, અશોક ડિંડા, હરભજન સિંહ, નમન ઓઝા જેવા ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી છે. આ દિગ્ગજ ખેલાડીઓને તેઓની ઉંમર તેના ફોર્મ પર અસર કરી રહી હતી. આવી પરિસ્થિતિમાં ઘણા ખેલાડીઓએ ઉંમર વધવાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

તાજેતરમાં વિશ્વના આ ઘાતક ઓલરાઉન્ડર ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ જગતમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી છે. આ ખેલાડીએ 20 વર્ષની ક્રિકેટ કારકિર્દીના અંતે નિવૃત્તિની જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ઇંગ્લેન્ડના ઘાતક ઓલરાઉન્ડર ટીમ બ્રેસનને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાજેતરમાં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેની કાઉન્ટી ટીમે સોમવારે આ અંગેની માહિતી આપી હતી. આ ઉપરાંત 36 વર્ષના આ ખેલાડીએ 20 વર્ષની કારકિર્દી પછી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે. તેણે 23 ટેસ્ટ સહિત તમામ ફોર્મેટમાં 142 વખત ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

ઓસ્ટ્રેલિયામાં 2010-11 એશિઝ અને વેસ્ટ ઇન્ડીઝમાં 2010 ટી-20 વર્લ્ડકપ જીતાડવામાં બ્રેસનનો અગત્યનો ફાળો રહેલો હતો. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે ઘણા લાંબા સમય પછી હું નિવૃત્તિ લઇ રહ્યો છું. મને ગમતી રમત માટે મારો ઉત્સાહ હંમેશા રહેશે. હું ઓફ સિઝન દરમિયાન પણ મહેનત કરવાનું ચાલુ રાખીશ.

બ્રેસનને વધુમાં જણાવ્યું કે હું હંમેશા મારી કારકિર્દીને ખૂબ જ ગર્વથી જોઇશ. દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે સન્માનની વાત છે અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું શ્રેષ્ઠ ક્રિકેટરો સાથે રમી શકીશ. હું ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે ભાગ્યશાળી રહ્યો છું. આ યાદો મને ક્યારેય ભૂલાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *