આ બે ઘાતક ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થતા વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં મચ્યો હંગામો…
સાઉથ આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ વન-ડે મેચ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી થશે. ફરી એકવાર ભારતીય કેપ્ટન તરીકે રોહિત શર્મા મેદાન પર જોવા મળશે. આ ઉપરાંત વાઈસ કેપ્ટનની જવાબદારી જસપ્રીત બુમરાહને સોંપવામાં આવી છે. આઇસીસી વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં લઈને બીસીસીઆઈ દ્વારા ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે.
સાઉથ આફ્રિકા પ્રવાસમાં ભારતીય ટીમને સતત હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ટીમમાં ઘણા ફેરફારો થયા છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. ભારતીય ટીમમાં આ બે ઘાતક ખેલાડીઓની એન્ટ્રી થઈ છે. આ બંને ખેલાડીઓ પોતાના દમ પર મેચો જિતાડી શકે છે. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.
ભારતીય બેટ્સમેન સુર્ય કુમાર યાદવને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી છે. આ ખેલાડી ભારતીય ટીમની મિડલ ઓર્ડરની સમસ્યા દૂર કરી શકે છે. આ ઉપરાંત લાંબી ઇનિંગ્સ રમવા માટે આ ખેલાડી જાણીતો છે. આ ખેલાડીની ગણતરી રોહિત શર્માના ફેવરિટ ખેલાડીઓમાં થાય છે. આ ખેલાડી સારું પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયામાં કાયમી જગ્યા બનાવી શકે છે.
આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમ મિડલ ઓવરોમાં વિકેટો લેવામાં અસફળ રહી હતી. જેના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં કુલદીપ યાદવને તક આપવામાં આવી છે. કુલદીપ યાદવ વન-ડે ક્રિકેટમાં મિડલ ઓવરોમાં વિકેટ લેવા માટે જાણીતો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં કુલદીપ યાદવ સારું પ્રદર્શન કરીને ફરી એક વખત ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ દરમ્યાન મિડલ ઓર્ડરમાં નિષ્ફળતા મળવાને કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સૂર્ય કુમાર યાદવ મિડલ ઓર્ડર સંભાળીને ટીમને જીત અપાવી શકે છે. આ સિવાય કુલદીપ યાદવ સ્પિન બોલિંગની જવાબદારી સંભાળીને મિડલ ઓવરોમાં વિકેટો અપાવી ટીમને જીત અપાવી શકે છે.