વેસ્ટ ઇન્ડીઝની ટીમને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી સમગ્ર ટુર્નામેન્ટમાંથી થયો બહાર…

આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021 ની શરૂઆત 17 ઓક્ટોબરથી થઇ ગઇ છે, પરંતુ સુપર 12ની મેચો 23 ઓક્ટોબરથી શરૂ થશે. ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે દુબઇમાં રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

આ બધાની વચ્ચે વેસ્ટ ઇન્ડીઝની ટીમ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર ફેબિયન એલન ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ફેબિયન એલનને વર્લ્ડકપ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં એક ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ફેબિયન એલનના ઇજાગ્રસ્ત થયા બાદ તે સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે, અને તેના સ્થાને ડાબોડી સ્પિનર અકીલ હુસૈનને વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ અંગેની જાહેરાત બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા કરવામાં આવી હતી.

અકીલ હુસૈનની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં નવ વન-ડે અને છ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. તેને અનામત ખેલાડી તરીકે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.પરંતુ ટી 20 વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં જ તેને ટીમમાં સામેલ થવું પડયું છે.

ફેબિયન એલનને પગની ઇજાના કારણે સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. એલનને ટી 20 ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ માનવામાં આવે છે. ટી 20 ક્રિકેટમાં એલેને 63 મેચમાં 733 રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદી સામેલ છે. આ સિવાય 38 ટી 20 વિકેટ પણ તેના નામે છે.

ફેબિયન એલનના સ્થાને અકીલે હુસૈનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અકીલે હુસૈને અત્યાર સુધી 9 વનડે અને 6 ટી 20 મેચ રમી છે. તેણે કેરેબિયન પ્રીમિયર લીગમાં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ પણ સંભાળી હતી. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં બાંગ્લાદેશ સામેની વનડે મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *