અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવતા આ દિગ્ગજ ખેલાડીએ BCCI સામે ઉઠાવ્યા સવાલ…

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ 2020 માંથી બહાર થયા બાદ હવે ભારત ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી ટી 20 સિરીઝ રમશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી 20 અને બે ટેસ્ટ મેચ રમાશે. જેની શરૂઆત 17 નવેમ્બરથી થશે. ટી 20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમના ટી 20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે.

ટી 20 સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ માટે અજિંક્ય રહાણેને કેપ્ટનશીપ સોપવામાં આવી છે કારણકે ટી 20 વર્લ્ડકપ બાદ ઘણા બધા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. વર્કલોડ વધારે હોવાના કારણે કોહલીને ટી 20 સિરીઝ અને પહેલી ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે, અજિંક્ય રહાણે ઓસ્ટ્રેલિયા ટુર પર ભારતની કેપ્ટનશીપ કરી હતી. પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં 36 રનમાં ઓલ આઉટ થયા બાદ અજિંક્ય રહાણેએ કેપ્ટનશીપ સંભાળી હતી. ત્યારબાદ અજિંક્ય રહાણેએ ભારતીય ટીમની વાપસી કરાવી હતી અને ભારત આ સીરીઝ જીતવામાં પણ સફળ રહ્યું હતું.

તેથી હવે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ફરી એક વખત અજિંક્ય રહાણેને કેપ્ટનશીપનો ભાર સોપવામાં આવ્યો છે. ત્યારે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપડા કે રહાણેને કેપ્ટન બનાવતા BCCI સામે સવાલો ઉઠાવ્યા છે.

આકાશ ચોપડાનું કહવું છે કે અજિંક્ય રહાણે હાલ ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. તેથી તેના પર કેપ્ટનશીપનો ભાર નાખવાથી તે વધુ દબાણમાં રમશે. આકાશ ચોપડાએ વધુમાં કહ્યું કે જો ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચ રમવામાં આવતી હોત તો રહાણે ટીમમાં હોત કે નહીં તેને લઇને પણ સવાલ હોત. હું અજિંક્ય રહાણેને પસંદ કરું છું પરંતુ સત્ય એ છે કે છેલ્લા કેટલાક સમયથી તેની એવરેજ નીચે જાય છે.

આકાશ ચોપડાએ કહ્યું કે, લોર્ડ્સની બીજી ઇનિંગમાં અજિંક્ય રહાણેએ પૂજારા સાથે ભાગીદારી નોંધાવી નહોત તો તેના માટે પણ રિપ્લેસમેન્ટની ચર્ચા ઝડપી બની જાત. પરંતુ આ સમયે રહાણેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ 25 થી 29 નવેમ્બર દરમિયાન કાનપુરમાં રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *