પાકિસ્તાન સામે હાર્યા બાદ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા આ બે ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાંથી થશે બહાર…
આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021 માં પોતાની પહેલી મેચમાં પાકિસ્તાને ભારતને હરાવીને ઇતિહાસ રચ્યો છે. પાકિસ્તાને ટી 20 વર્લ્ડકપમાં પહેલી વખત ભારતને હરાવ્યું છે અને તે પણ 10 વિકેટથી હરાવી પ્રથમ વખત વર્લ્ડકપમાં ભારત સામે જીત મેળવી છે. આ મેચ પાકિસ્તાને તરફી જીતીને પોતાની તૈયારીઓ દર્શાવી છે.
આ મેચમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓના પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમ તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 57 રન બનાવ્યા હતા. બાકીના તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાધારણ જોવા મળ્યું હતું. ટીમના આ ખરાબ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ટીમમાં ફેરફાર કરવામાં આવશે.
આ મેચ ની વાત કરીએ તો પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેટિંગ કરવા માટે સૂર્યકુમાર યાદવ આવ્યો હતો પરંતુ તે પણ માત્ર 11 રન બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. તેના આ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તેના સ્થાને ટીમમાં ઇશાન કિશનને સામેલ કરવામાં આવી શકે છે.
ભારતીય ઇનિંગમાં ચોથી વિકેટ માટે વિરાટ કોહલી અને રિષભ પંત વચ્ચે 53 ની ભાગીદારી થઇ હતી. જેના દમ પર ભારતીય ટીમ 151 રન સુધી પહોંચી શકી હતી. ભારતે પાકિસ્તાને જીત માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
રનનો પીછો કરવા માટે ઉતરેલી પાકિસ્તાનની ટીમે જબરદસ્ત શરૂઆત કરી હતી. વિના વિકેટે 6 ઓવરમાં 43 રન બનાવ્યા હતા. ત્યારબાદ પણ રિઝવાન અને બાબરની જોડી એ રન ગતિને તેજ રાખી હતી અને અંતે 17.5 ઓવરમાં ટાર્ગેટને પૂર્ણ કરી મેચ પોતાના નામે કરી લીધી હતી.
આ મેચમાં ભારતીય ટીમની બોલિંગ પણ સાવ સાધારણ જોવા મળી હતી. ભારતીય ટીમના અનુભવી ખેલાડી ભુવનેશ્વરકુમાર છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ તેણે કંઇ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. તેને જોતાં લાગી રહ્યું છે કે તેના સ્થાને ટીમમાં અન્ય કોઇ ખેલાડીને સામેલ કરવામાં આવી શકે છે.
આમ પાકિસ્તાન સામેની મેચ બાદ ભારતીય ટીમમાં બે બદલાવ જોવા મળી શકે છે. સૂર્યકુમાર યાદવના સ્થાને ઇશાન કિશનને અને ભુવનેશ્વર કુમારના સ્થાને અન્ય કોઇ ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.