આફ્રિકા પ્રવાસે આ ત્રણમાંથી કોઇ એક ખેલાડી બનશે ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન…

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ જીત્યા બાદ હવે સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. સાઉથ આફ્રિકાનો પ્રવાસ ઓમિક્રોન વાયરસના કારણે 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચ રમાશે. ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. ઘણા યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતીય ટીમના તમામ ખેલાડીઓ રવિવારના રોજ મુંબઇ ખાતે એકત્રિત થયા હતા. ચાર દિવસના સમય બાદ 16 ડિસેમ્બરના રોજ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે રવાના થશે. પરંતુ એ પહેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને પ્રેક્ટિસ સેશન દરમિયાન હાથના ભાગે ઇજા થઇ હતી. ગંભીર ઇજાને કારણે તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઇ ગયો છે.

રોહિત શર્માના હાથના ભાગે ઇજા થતા સાઉથ આફ્રિકા સામેના પ્રવાસમાં તેના સ્થાને પ્રિયાંક પંચાલને લેવામાં આવ્યો છે. પરંતુ મોટો સવાલ એ છે કે ટેસ્ટ સીરીઝ માટે વાઇસ કેપ્ટન કોણ રહેશે. ઘણા યુવા ખેલાડીઓ ટેસ્ટ સીરીઝમાં સામેલ છે. ટેસ્ટ સીરીઝમાં વાઇસ કેપ્ટન બનવા માટે આ ત્રણ ખેલાડીઓ આ રેસમાં સૌથી આગળ છે. તો ચાલો તેના વિશે અને જાણીએ કે કોણ બની શકે છે ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન.

સૌ પ્રથમ વાત કરીએ તો કેએલ રાહુલને ટેસ્ટ સિરીઝમાં વાઇસ કેપ્ટન તરીકે સૌથી વધારે દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં લોકેશ રાહુલનું સ્થાન નિશ્ચિત છે. લોકેશ રાહુલ વધારે અનુભવ ધરાવતો ખેલાડી છે. ઓપનિંગ ખેલાડી તરીકે મયંક અગ્રવાલની સાથે રહીને આ ખેલાડી વાઇસ કેપ્ટનની જવાબદારી પણ નિભાવી શકે તેમ છે.

લોકેશ રાહુલ ઉપરાંત રિષભ પંત પણ વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવી શકે છે. રિષભ પંત વિકેટકીપિંગ કરતી વખતે ઘણી વાર બોલરોને સલાહ આપતો નજરે આવે છે. આઇપીએલમાં રિષભ પંતે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરીને ટીમને પ્લેઓફમાં લઇ ગયો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માના સ્થાને રિષભ પંતને ટેસ્ટ સીરીઝમાં વાઇસ કેપ્ટનની જવાબદારી મળી શકે છે.

આ સિવાય રવિચંદ્રન અશ્વિન પણ આ રેસમાં દાવેદાર છે. થોડા સમય પહેલા અજિંક્ય રહાણેને ટેસ્ટ ફોર્મેટ માંથી વાઇસ કેપ્ટન પદેથી મુક્ત કરવામાં આવ્યો હતો કારણ કે તે ખરાબ ફોર્મના કારણે પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકતો ન હતો. રવિચંદ્રન અશ્વિન એક અનુભવી છે. છેલ્લી મેચમાં સારા પ્રદર્શનના કારણે અશ્વિનને વાઇસ કેપ્ટનની જવાબદારી મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *