આફ્રિકા પ્રવાસે આ બે ખેલાડીઓની રહેશે અગ્નિ પરીક્ષા, જો સારું પ્રદર્શન નહીં કરે તો કરિયર થઇ શકે છે સમાપ્ત…

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારતીય ખેલાડીઓના સારા પ્રદર્શનના કારણે ભારતે વિજય મેળવ્યો હતો. વર્લ્ડ કપમાં કારમી હાર બાદ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં જીત મેળવતા ખેલાડીઓના મનોબળ વધ્યા છે. ભારતની સાઉથ આફ્રિકા સામેની મેચ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન ડે મેચ રમાવાની છે.

બીસીસીઆઇએ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. વનડે ફોર્મેટમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટી 20 બાદ હવે વન ડેમાં પણ રોહિત શર્મા કેપ્ટન બનતા પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થઇ શકે છે.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. આ બંને ખેલાડીઓ માટે સાઉથ આફ્રિકાનો પ્રવાસ અગ્નિ પરીક્ષા સમાન રહેશે. હાલમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં આ બંનેને તક મળી હતી. જેમાં અજિંક્ય રહાણેએ 39 રન અને ચેતેશ્વર પૂજારાએ 95 રન બનાવ્યા હતા.

અજિંક્ય રહાણેના સતત ખરાબ પ્રદર્શનના કારણે ગ્રાફ નીચે જતો દેખાય છે. તેની એવરેજ 39.01 ની થઇ છે. જે વર્ષ 2014 ની સરખામણીમાં ખૂબ જ ઓછી છે. ઇંગ્લેન્ડ સામેના પ્રવાસમાં પણ તેણે 7 ઇનિંગમાં 109 રન બનાવ્યા હતા. રહાણેએ છેલ્લી ટેસ્ટ સદી 2020 માં ફટકારી હતી. જોકે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં 266 રન બનાવ્યા હતા. ભારતીય ચાહકોને રહાણેના ફોર્મની અપેક્ષા રહેશે.

ચેતેશ્વર પૂજારાની વાત કરીએ તો તેણે પણ છેલ્લી 44 ઇનિંગમાં એકપણ સદી ફટકારી નથી. પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં છેલ્લી વખત સદી ફટકારી હતી. પૂજારાએ છેલ્લી 24 મેચમાં 28.36ની એવરેજથી 1163 બનાવ્યા છે. ચેતેશ્વર પુજારા પણ છેલ્લા ઘણા સમયથી રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. આ બંને ખેલાડીઓ જો સાઉથ આફ્રિકાના પ્રવાસે સારું પ્રદર્શન નહીં કરે તો તેના માટે આ છેલ્લી તક હશે.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *