આઇપીએલમાં ઘાતક પ્રદર્શન કરનાર આ સ્ટાર ખેલાડીઓની આફ્રિકા પ્રવાસે થઇ શકે છે પસંદગી…

હાલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. તે પહેલા ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો ગઇ હતી. બીજી ટેસ્ટ મેચ હાલ રમાઇ રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ બાદ ભારતીય ટીમ આફ્રિકાના પ્રવાસે જશે. બીસીસીઆઇ દ્વારા આફ્રિકા પ્રવાસને લઇને હવે લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે.

આફ્રિકા સામેની સિરીઝ માટે કયા ખેલાડીને તક મળશે તે જાણવું રહેશે. કારણ કે ઘણા બધા ખેલાડીઓ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં આઇપીએલમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને તક મળી શકે છે. આ ખેલાડીઓ આફ્રિકા પ્રવાસ માટે ખુબ જ આતુર છે. ઘણા ખેલાડીઓ પોતાના ખરાબ પ્રદર્શનના કારણે ટીમમાંથી બહાર થઇ શકે છે અને યુવા ખેલાડીઓને તક મળી શકે છે. તો ચાલો જાણીએ કયા ખેલાડીઓને આફ્રિકા પ્રવાસે તક મળી શકે છે.

ઋતુરાજ ગાયકવાડ આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમે છે. ગાયકવાડે 16 મેચમાં 45.35ની એવરેજથી 635 રન બનાવ્યા હતા. આઇપીએલ 2021 માં તેણે ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ તેની રમતમાં ઘણો બધો સુધારો થયો છે. ગત વર્ષે ચેન્નઇ સુપર કિંગ્સને ટ્રોફી જીતાડવામાં તેનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ લાંબા છગ્ગા મારવા માટે જાણીતો છે. આ ધમાકેદાર ખેલાડીને સાઉથ આફ્રિકાના પ્રવાસ પર તક મળી શકે છે.

દિલ્હી કેપિટલ્સ તરફથી રમનાર આવેશ ખાને આઇપીએલ 2021માં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે 16 મેચોમાં 24 વિકેટ લીધી હતી. આઇપીએલમાં સૌથી વધારે વિકેટ લેવાની યાદીમાં આ ખેલાડી બીજા નંબર પર હતો. સાઉથ આફ્રિકાના પ્રવાસે આવેશ ખાનને ડેબ્યુ કરવાની તક મળી શકે છે. આફ્રિકાની પીચ પર ઝડપી બોલરોને મદદ મળશે. તેથી આ ખેલાડી તબાહી મચાવી શકે છે.

આરસીબી તરફથી રમનાર વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે આઇપીએલ 2021 માં જબરદસ્ત પ્રદર્શન કરીને પસંદગીકારોનું દિલ જીતી લીધું છે. તેણે 8 મેચમાં 191 રન બનાવ્યા હતા. તેના આ જબરદસ્ત પ્રદર્શનને લીધે તેને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં બેકઅપ વિકેટકીપર તક આપવામાં આવી હતી. ભરત જ્યારે પોતાની લયમાં રમે છે ત્યારે કોઇપણ બોલરને તે લાંબા છગ્ગા ફટકારી શકે છે. તેણે આરસીબી માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગો રમી છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમનાર વેંકટેશ ઐયરે માત્ર 10 મેચો રમીને ટીમમાં એક અલગ જગ્યા બનાવી છે. તેણે 10 મેચમાં 370 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે 3 વિકેટો પણ ઝડપી હતી. તેને ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં તક મળતા ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. હવે તેને સાઉથ આફ્રિકાના પ્રવાસે પણ લઇ જવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *