આ યુવા ખેલાડીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થતા સિલેક્ટર્સ બોલ્યા – દેશ માટે કરશે ચમત્કારો..!!

તાજેતરમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે સેન્ચુરીયન ખાતે પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરી ત્રણ વનડે મેચોની સીરીઝ શરૂ થશે. બીસીસીઆઇ દ્વારા વનડે સિરીઝ માટે 18 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત શુક્રવારે કરવામાં આવી હતી.

સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં વનડે સિરીઝ માટે કેપ્ટનની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આફ્રિકા સામેની આ વનડે સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

ભારતીય ટીમમાં રમવાનું સપનું દરેક ખેલાડીનું હોય છે. દર વર્ષે આઇપીએલ અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મેળવતા હોય છે. આફ્રિકા સામેની વનડે સિરીઝમાં એક એવા ખેલાડીની પસંદગી કરવામાં આવી છે કે જે છેલ્લા ઘણા સમયથી પીચ પર તબાહી મચાવી રહ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી ઋતુરાજ ગાયકવાડ છે. ઋતુરાજ ગાયકવાડે છેલ્લા ઘણા સમયથી ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આઇપીએલ 2021ની સિઝનમાં 16 મેચોમાં 45.35ની એવરેજથી 635 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ દરમિયાન તેણે ચાર અડધી સદી અને એક સદી ફટકારી હતી.

ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં ચાર સદી ફટકારીને સર્વોચ્ચ સ્કોર કર્યો હતો. તેમની પસંદગી વિશે વાત કરતાં ચેતન શર્માએ જણાવ્યું હતું કે ગાયકવાડને યોગ્ય સમયે તક મળી છે. આ ખેલાડી ભવિષ્યમાં ભારત માટે ચમકશે. પસંદગીકારો વિચારી રહ્યા છે કે આ ખેલાડી ખૂબ આગળ વધે અને દેશ માટે અજાયબીઓ કરશે.

ઋતુરાજ ગાયકવાડ ભારતીય ટીમ માટે આગામી ઓપનિંગ બેટ્સમેન બની શકે છે. રોહિત શર્માની ઉંમર વધવાને કારણે તેના સ્થાને આ ખેલાડી ભવિષ્યમાં કાયમી સ્થાન બનાવી શકે છે. આફ્રિકા સામેની વનડે સિરીઝમાં આ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે. આ તકનો લાભ ઉઠાવીને આ ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *