દિગ્ગજ ખેલાડીઓને પેવેલિયન ભેગા કરનાર આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ ટીમમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે 17 સપ્ટેમ્બરથી શરૂ થનારી સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરી દેવામાં આવી છે. ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે.

ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ વિરાટ કોહલી સહિત ઘણા બધા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે આઇપીએલ 2021 માં સારું પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં તક આપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે રોહિત શર્માને કેપ્ટન અને કે.એલ.રાહુલ વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ માટે 16 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં હર્ષલ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હર્ષલ પટેલે આઇપીએલ 2021 માં શાનદાર પ્રદર્શન કરી બતાવ્યું હતું. જેના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લે ઓફમાં સ્થાન બનાવવામાં સફળ રહી હતી.

આઇપીએલ 2021 હર્ષલ પટેલે 15 મેચમાં 32 વિકેટ લીધી હતી. તેના જબરદસ્ત પ્રદર્શનને જોતાં તેને ટીમ ઇન્ડિયામાં તક આપવામાં આવી છે. આઇપીએલ 2021 માં તેણે પર્પલ કેપ કબજે કરી હતી. આઇપીએલની ગઇ સિઝનમાં તેણે મોટામાં મોટા ખેલાડીઓને પેવેલિયન ભેગા કરી દીધા હતા.

આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે રુતુરાજ ગાયકવાડ, આવેશ ખાન અને વેંકટેશ ઐયર જેવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા છ મહિનાથી ખેલાડીઓ સતત ક્રિકેટ રમી રહ્યા છે. જેના કારણે ટીમના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

આઇપીએલ 2021 ની પહેલી જ મેચમાં તેણે મુંબઇ ઇન્ડિયન્સ સામે પાંચ વિકેટ લીધી હતી અને આ જ મેચમાં તેણે હેટ્રિક પણ લીધી હતી. તેના આ ખાસ પ્રદર્શન જોતા તેને ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *