વોશિંગ્ટન સુંદર બહાર થતા આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે તાજેતરમાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થઇ છે. ભારતીય ટીમે 3-0થી આ સિરીઝમાં ભવ્ય વિજય મેળવ્યો છે. આ ઉપરાંત 16 ફેબ્રુઆરીથી કોલકાતામાં ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થવા જઇ રહી છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે.

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં હરાવ્યું છે. હવે ટીમ ઇન્ડિયા ટી-20 સિરીઝમાં પણ વેસ્ટ ઇન્ડીઝને હરાવવા ઇચ્છે છે. બીસીસીઆઇ દ્વારા ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે પ્રથમ ટી-20 મેચમાં મેદાને ઉતરશે.

તાજેતરમાં જ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદર હેમસ્ટ્રીંગમાં થયેલી ઇજાને કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાંથી બહાર થયો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. અચાનક આ ખેલાડી બહાર થતા ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે. પરંતુ ત્યારબાદ ભારતીય ટીમમાં આ ઘાતક ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ખતરનાક સ્પિન બોલર કુલદીપ યાદવને ટી-20 સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીને તક આપવામાં આવી છે. વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો હંમેશા કુલદીપ યાદવના ઘૂંટણીયે પડયા છે. આ ખેલાડી ભારતીય ટીમમાં ચાઇના મેન તરીકે જાણીતો છે અને તે વિકેટ લેવામાં ખૂબ જ માહેર છે.

કુલદીપ અને ચહલની જોડી એક સમયે ભારતીય ટીમમાં ખૂબ જ હિટ સાબિત થતી હતી, પરંતુ કોરોના કાળ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેને સામેલ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કુલદીપ યાદવ પોતાની લયમાં પાછો ફરશે અને વિકેટ લેવામાં સફળ થશે.

કુલદીપ યાદવે આઇપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. 25 વર્ષના ખેલાડીને દિલ્હી કેપિટલ્સ દ્વારા બે કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ ખેલાડી વિદેશી પ્રવાસમાં પણ પોતાની ઘાતક બોલિંગથી વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ ઉપરાંત વિશ્વભરમાં આ ખેલાડી પ્રસિદ્ધ થયો છે. બીસીસીઆઇ દ્વારા ફરી એકવાર આ ખેલાડીને તક આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *