આ ત્રણ વિસ્ફોટક ખેલાડીઓની અચાનક જ થઇ ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અમદાવાદ ખાતે ચાલી રહેલી ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમે પ્રથમ વન-ડે મેચમાં વિજય મેળવ્યો છે. આ સાથે જ ભારતીય ટીમ 1-0થી આગળ ચાલી રહી છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ બીજી વન-ડે મેચ જીતીને સિરીઝ પર કબજો કરવા પ્રયત્ન કરશે.
સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ભારતીય ટીમને મિડલ ઓર્ડરમાં સતત નિષ્ફળતા મળી હતી. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પહેલેથી જ ઇજાગ્રસ્ત હોવાને કારણે બહાર રહ્યો હતો. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત થવાને કારણે બહાર થયા છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ઘણા બધા ભારતીય ખેલાડીઓ કોરોના સંક્રમિત થવાને કારણે મેચમાંથી બહાર રહ્યા હતા, પરંતુ તાજેતરમાં ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમમાં આ ત્રણ વિસ્ફોટક ખેલાડીઓની એન્ટ્રી થઇ છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
ભારતના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ પ્રથમ વન-ડે મેચમાં પારિવારિક કારણોસર બહાર રહ્યો હતો, પરંતુ બીજી વન-ડે મેચમાં તેની વાપસી થવા જઇ રહી છે. જેથી તે ફરી એકવાર રોહિત શર્માની સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. રોહિત અને રાહુલની આ ઓપનિંગ જોડી વિશ્વભરમાં ઘણા રેકોર્ડ નોંધાવી ચુકી છે.
ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીની પણ વાપસી થવા જઇ રહી છે. આ 29 વર્ષીય ઝડપી બોલરે ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત તે પ્રેક્ટિસ સેશનનો ભાગ રહ્યો હતો. પરંતુ કોરોના સંક્રમિત થવાને કારણે તે બહાર થયો હતો. તાજેતરમાં બીજી વન-ડે મેચમાં તેનું પુનરાગમન થવા જઇ રહ્યું છે. આવી સ્થિતિમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે.
કેએલ રાહુલ, નવદીપ સૈની ઉપરાંત મયંક અગ્રવાલની પણ એન્ટ્રી થઇ શકે છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચ પહેલા સોમવારના રોજ પ્રેક્ટિસ સેશન દરમિયાન પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. આ ત્રણ ખેલાડીઓની એન્ટ્રી થતા વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ મૂંઝવણમાં મુકાઇ છે. ભારતીય ટીમ આ મેચ જીતીને સમગ્ર સિરીઝ પર કબજો કરવા પ્રયત્ન કરશે.