ભારત સામેની સિરીઝ પહેલા ગભરાઇ ગઇ સાઉથ આફ્રિકાની ટીમ, લેવાયો આ મોટો નિર્ણય…

ભારતે ન્યૂઝીલેન્ડને ઘરેલુ સિરીઝમાં હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ આ મહિને જ આફ્રિકાના પ્રવાસે જશે. જ્યાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાશે. તમને જણાવી દઇએ કે, ટેસ્ટ મેચો આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત રમાશે. ભારત સામેની ટેસ્ટ સીરીઝ માટે સાઉથ આફ્રિકાએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે.

સાઉથ આફ્રિકાએ ભારત સામેની ટેસ્ટ સીરીઝ માટે 21 સભ્યોની ટીમ જાહેર કરી છે. ખાસ વાત તો એ છે કે આ વખતે સાઉથ આફ્રિકાએ ભારતને હરાવવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. તમને જણાવી દઇએ કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી 20 સિરીઝ પણ રમવાની હતી. પરંતુ કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ફેલાતા ટી 20 સિરીઝ સ્થગિત કરી દેવામાં આવી છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 26થી 30 ડિસેમ્બર વચ્ચે રમાશે. આ પહેલા બંને ટીમો દ્વારા પોતાના પસંદ કરેલા ખેલાડીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. વર્તમાન સમયમાં સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન કેર વર્તાવવાનુ શરૂ કરી દીધું છે. જેને ધ્યાનમાં રાખીને સીરીઝને સુરક્ષિત માહોલમાં રમાડવા માટે પ્રયાસો કરાઇ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે ભારત સામેની સિરીઝ પહેલા સાઉથ આફ્રિકાની ટીમ કોરોના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી ગભરાઇ ગઇ છે. જેને લઇને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સામેની સિરીઝ માટે 15 સભ્યોના સ્થાને 21 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. આવું એટલા માટે કરવામાં આવ્યું કે જો કોઇ ખેલાડી સંક્રમિત થાય તો તેના સ્થાને અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં દરેક ક્રિકેટ ટીમો બાયો બબલ સાથે ક્રિકેટ રમી રહી છે. પરંતુ સાઉથ આફ્રિકામાં ઓમિક્રોનનો ખતરો વધુ છે. તેથી ભારત સામેની સિરીઝ માટે સાઉથ આફ્રિકાએ 15 સભ્યો ના સ્થાને 21 સભ્યોની ટીમ જાહેર કરી છે. વળી ખાસ વાત તો એ છે કે સાઉથ આફ્રિકાએ ભારતને હરાવવા માટે એક ખાસ રણનીતિ તૈયાર કરી છે.

આ રણનીતિ અંતર્ગત ટીમમાં સિસાંડા મગાલા અને રેયાન રિકેલ્ટનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2019 અંતિમ ટેસ્ટ મેચ રમનાર ડુઆન ઓલિવિયરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સાઉથ આફ્રિકાએ નવા ખેલાડીઓને ચાન્સ આપીને ટેસ્ટ સીરીઝ જીતવા પર ભાર મુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *