આ વિસ્ફોટક ખેલાડીને પસંદ ન કરીને સિલેક્ટર્સે કરી મોટી ભૂલ, ધોનીથી પણ કરે છે ઘાતક બેટિંગ…

ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. સેન્ચુરીયન ખાતે ટેસ્ટ મેચ જીતનારી પ્રથમ એશિયન ટીમ બની છે. ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે. બીસીસીઆઇ દ્વારા વનડે ટીમની જાહેરાત 30 ડિસેમ્બરના રોજ કરવામાં આવી છે.

ભારતીય યુવા બેટ્સમેન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પહેલેથી જ ઇજાને કારણે બહાર છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે કેપ્ટન તરીકે કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે અને જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આઇપીએલ અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓ દર વર્ષે ભારતીય ટીમમાં પ્રવેશ કરતા હોય છે. આફ્રિકા સામેની વનડે સિરીઝમાં પણ ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ પસંદગીકારોએ આ વિસ્ફોટક ખેલાડીને પસંદ ન કરીને મોટી ભૂલ કરી છે. આ ખેલાડી ધોનીની જેમ ઘાતક બેટિંગ કરીને ભારતીય ટીમ માટે ફિનિશર સાબિત થતો હતો.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ ખેલાડી ફિટનેસની સમસ્યાને કારણે ટીમમાંથી બહાર રહ્યો હતો. ત્યારબાદ ટી 20 વર્લ્ડકપમાં તેને સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તેમાં તે પોતાનું પ્રદર્શન દેખાડવામાં નિષ્ફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

હાર્દિક પંડ્યાએ ભારત માટે 63 વનડે મેચોમાં 116.9ની સ્ટ્રાઇક રેટથી 1286 રન બનાવ્યા છે. આઇપીએલમાં આ ખેલાડી મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમીને ટીમને ઘણી મેચો જીતાડી છે. ભારતના સર્વશ્રેષ્ઠ અને ઘાતક ઓલરાઉન્ડર તરીકે આ ખેલાડી પ્રખ્યાત છે. તે પોતાની લયમાં આવ્યા બાદ કોઈ પણ બોલીંગ ઓર્ડરને તોડી શકે છે.

હાર્દિક પંડ્યા મહેન્દ્રસિંહ ધોનીની જેમ લાંબા શોર્ટ મારવામાં માહેર છે. મહેન્દ્રસિંહ ધોનીની ટ્રેનિંગ હેઠળ આ ખેલાડી બેટિંગ અને બોલિંગમાં સ્ટાર ઓલરાઉન્ડર બન્યો હતો. પરંતુ હાર્દિક પંડ્યા હાલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેથી તેની પસંદગી કરવામાં આવી નથી. પરંતુ જો એક વખત તે લયમાં આવી જાય તો તે કોઈપણ મેચને આસાનીથી જીતાડી શકે છે. તેથી કહી શકાય કે આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે પસંદગીકારોએ આ ખેલાડીને પસંદ કરીને મોટી ભૂલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *