રોહિત અને ધોની જેવી શક્તિ ધરાવતા આ ઘાતક ખેલાડીને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ કરી મોટી ભૂલ…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની વન-ડે અને ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થવા જઇ રહી છે. તે પહેલા બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પસંદગીકારોએ આ સિરીઝ માટે ઘણા બધા યુવા ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં સ્થાન આપ્યું છે. જ્યારે ઘણા બધા ખેલાડીઓની વાપસી પણ થઇ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભારતીય ટીમના લિમિટેડ ઓવર ક્રિકેટના કેપ્ટન રોહિત શર્માની વાપસી થઇ છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ દરમિયાન ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. આ સિવાય રાહુલ પ્રથમ વન-ડે માટે ઉપલબ્ધ નથી અને ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝમાંથી બહાર થઇ ગયો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે મેચો 6,9 અને 11 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યારે ટી-20 મેચ ની વાત કરીએ તો 16, 18 અને 20 ફેબ્રુઆરીએ કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાશે. આ બંને સિરીઝો માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ફરી એકવાર પોતાના એક નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે.

ટીમ ઇન્ડિયાના એક યુવા ખેલાડી સાથે છેતરપિંડી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. પસંદગીકારો સતત તેની અવગણના કરી રહ્યા છે. તે ખેલાડીને દૂધમાંથી માખીની જેમ બહાર ફેંકી દીધો છે. આ તોફાની બેટ્સમેન બીજું કોઇ નહીં પરંતુ પૃથ્વી શો છે. પૃથ્વી શો છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર છે અને પસંદગીકારો સતત તેની અવગણના કરી રહ્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં પણ તેને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. પૃથ્વી શો રોહિત અને ધોનીની જેવી શક્તિ ધરાવે છે. તે જ્યારે પોતાની લયમાં હોય છે ત્યારે તે કોઇપણ બોલિંગ ઓર્ડરને તોડી શકે છે. પરંતુ હાલ પૃથ્વી શોને સતત બહાર રાખવામાં આવી રહ્યો છે. ટીમ ઇન્ડિયાને આગામી દિવસોમાં એક નવા ઓપનરની જરૂર પડશે. તેવામાં આ બેટ્સમેન તે જવાબદારી સારી રીતે સંભાળી શકે છે.

પૃથ્વી શોના બેટેથી ડોમેસ્ટિક અને આઇપીએલમાં જે સનસનાટી મચી ગઇ છે. તેનો પડઘો આખી દુનિયામાં પડ્યો છે. માત્ર 22 વર્ષની આ ખેલાડી ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય છે. તેની બેટિંગે બધાના દિલ જીતી લીધા છે. પૃથ્વી શો હાલમાં વિશ્વના સૌથી ખતરનાક યુવા બેટ્સમેનોમાંનો એક છે. પરંતુ પસંદગીકારો આ ખેલાડીની સતત અવગણના કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *