આ ઘાતક ખેલાડી સાથે પસંદગીકારોએ કર્યો અન્યાય! તકની રાહમાં કરિયર થઇ રહ્યું છે બરબાદ…

સાઉથ આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ 6 ફેબ્રુઆરીના રોજ શરૂ થવા જઈ રહી છે. ત્રણ મેચોની વન-ડે સિરીઝ 6, 9 અને 11 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારબાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાશે.

બીસીસીઆઇ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે. ઘણા લાંબા સમય પછી રોહિત શર્મા ભારતીય ટીમના કેપ્ટન તરીકે જોવા મળશે. આ ઉપરાંત ભારતીય ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે અને ટી-20 સિરીઝ માટે ઘણા યુવા ખેલાડીને તક આપવામાં આવી છે, પરંતુ એક એવો ખેલાડી છે કે જેની સાથે પસંદગીકારોએ ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. આ ખેલાડીને તક ન આપવાથી અનેક સવાલો ઉભા થયા છે. તે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે હકદાર હોવા છતાં પણ પસંદગીકારો દ્વારા તેને ક્યારેય પૂછવામાં આવ્યું નથી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ભારતીય બેટ્સમેન સંજુ સેમસન બેટિંગ સાથે વિકેટકીપિંગમાં પણ કુશળતા ધરાવે છે. સંજુ સેમસન જેવા પ્રતિભાશાળી ખેલાડીઓની ફરી એકવાર પસંદગીકારો દ્વારા અવગણના કરવામાં આવી છે. સંજુ સેમસનને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તક આપવામાં આવી નથી. સંજુ સેમસને છેલ્લી વખત જુલાઇ 2021માં શ્રીલંકા જવાનો મોકો મળ્યો હતો.

ભારતીય બેટ્સમેન સંજુ સેમસન છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર રહ્યો છે. એક-બે મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા રાખવી એ ક્યાંકને ક્યાંક આ ખેલાડી સાથે અન્યાય થયો હોય તેવું લાગી રહ્યું છે. ઘણીવાર આંતરરાષ્ટ્રીય સ્તરે સંજુ સેમસન ફ્લોપ રહ્યો છે. પરંતુ તેને આંતરરાષ્ટ્રીય ટીમો સાથે વધુ રમવાની તક મળી નથી.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝમાં સંજુ સેમસનની પસંદગી ન કરીને પસંદગીકારોએ ફરી એકવાર તેની સામે લાલ આંખ બતાવી છે. આ ઉપરાંત આ નિર્ણયથી ખેલાડીઓને પણ નુકસાન થતું હોય છે. ઘણા લાંબા સમયથી આ ખેલાડીને ટીમ ઇન્ડિયામાં તક આપવામાં આવી નથી. ટીમ ઇન્ડિયામાં તક મળવાની રાહમાં આ ખેલાડીનું કરિયર બરબાદ થઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *