પસંદગીકારોએ આ ઘાતક ખેલાડી સાથે કર્યું સોતેલી માં જેવું વર્તન! વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ન આપ્યું સ્થાન…
ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝ 6, 9 અને 11 ફેબ્રુઆરીના રોજ રમવાની છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમવાની છે. આ સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મની ફરી એકવાર વાપસી થઇ રહી છે. ઇજાને કારણે તે સાઉથ આફ્રિકાના પ્રવાસે જઇ શક્યો નહોતો. આ જ સમયે આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે.
પસંદગીકારો દ્વારા ટીમ ઇન્ડિયામાં ઘણા મેચવિનર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ ઘાતક ખેલાડી સાથે સોતેલી માં જેવું વર્તન કરવામાં આવ્યું છે. આ ખેલાડી પોતાની ઘાતક બેટિંગ કરવા માટે જાણીતો છે, પરંતુ પસંદગીકારો તેની સતત અવગણના કરી રહ્યા છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ માટે પસંદગીકારોએ આઇપીએલમાં પોતાની રમતથી તોફાન મચાવનાર કેએસ ભરતની પસંદગી કરી નથી. ભરત તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. આઇપીએલ 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એકલા હાથે પ્લેઓફમાં સફર કરાવી હતી. તેણે 8 મેચમાં 191 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં રિદ્ધિમાન સાહાની ઇજા બાદ આ ખેલાડીએ વિકેટકીપિંગનો શાનદાર નજારો રજૂ કર્યો હતો.
કેએસ ભરત ઘરેલું ટુર્નામેન્ટ અને આઇપીએલમાં તેની બેટિંગ માટે ખૂબ જાણીતો છે અને વિજય હઝારે ટ્રોફીમાં પણ ઘણા રન બનાવ્યા છે. તેણે ગુજરાત સામે 154 અને હિમાચલ સામે 161 રન બનાવ્યા હતા. આ ખેલાડી લાંબી સિક્સર માટે ખૂબ જાણીતો છે. આ ઉપરાંત આ ઘાતક ખેલાડી લાંબી ઇનિંગ્સ પણ રમી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં આ ખેલાડીને પસંદગીકારો દ્વારા તક આપવામાં આવી નથી. ઘણા લાંબા સમયથી આ ખેલાડીને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને સોતેલી માં જેવું વર્તન પણ કરવામાં આવી રહ્યું છે. આ ખેલાડીની પસંદગી ન થવાથી મોટા સવાલો ઉભા થયા છે. જો આ ખેલાડીને તક આપવામાં આવી હોત તો તે ભારતીય ટીમ માટે સફળ સાબિત થઇ શકે તેમ હતો.