આફ્રિકા સામેની બીજી ઇનિંગ આ ખેલાડી માટે હોઇ શકે છે અંતિમ ઇનિંગ – સુનિલ ગાવસ્કર
હાલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. ભારતે આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર વિજય મેળવ્યો છે. હાલમાં જોહાનિસબર્ગ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ ટેસ્ટ મેચ જીતીને ભારત આ ટેસ્ટ સિરીઝ પર વિજય મેળવવા પ્રયત્ન કરશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મેચમાંથી બહાર ગયો છે. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલને સોપવામાં આવી છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા પણ ઘણા ભારતીય ખેલાડીઓ ઇજાને કારણે બહાર થયા છે.
આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં કેપ્ટન કેએલ રાહુલના 50 રન સિવાય માત્ર સિનિયર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન 46 રનની ઇનિંગ રમી શક્યો હતો. આ સિવાય તમામ ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શક્યા નહીં. આ સંદર્ભમાં ભારતીય પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે કહ્યું કે આ ખેલાડી માટે આ છેલ્લી ઇનિંગ હોઇ શકે છે.
બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ 202 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. હવે ટીમની પ્લેઇંગ ઇલેવન અને બેટિંગ લાઇનઅપ પર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. ભારતનો સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારા છેલ્લા ઘણા સમયથી નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. તેના અનુભવના કારણે એક તક આપવામાં આવી હતી. પરંતુ તેમાં પણ તે નિષ્ફળ સાબિત થયો.
ચેતેશ્વર પૂજારાએ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ઝીરો રન અને બીજી ઇનિંગમાં 16 રન મારીને નિષ્ફળ સાબિત થયો હતો. છતાં પણ તેને અનુભવના કારણે બીજી ટેસ્ટ મેચમાં તક આપવામાં આવી હતી. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં પણ તે ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. સતત નિષ્ફળ સાબિત થવાને કારણે આગામી ટેસ્ટ મેચમાં તેને સ્થાન મળશે નહીં.
ચેતેશ્વર પુજારા બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં નિષ્ફળ ગયા બાદ તેની પાસે માત્ર એક જ ઇનિંગ બાકી છે. જો તેને ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવું હોય તો આ ઇનિંગમાં સારું પ્રદર્શન કરવું પડશે. ચેતેશ્વર પૂજારાના સતત આવા પ્રદર્શનના કારણે સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થઇ રહ્યા છે.