આ ઘાતક ખેલાડી રવિન્દ્ર જાડેજાની વાપસીમાં બનશે મોટું વિઘ્ન, વેસ્ટ ઇન્ડીઝ સામે મચાવી રહ્યો છે ધૂમ…
ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં પ્રથમ વન-ડે મેચમાં વેસ્ટ ઇન્ડીઝને ખુબ જ સરળતાથી હરાવ્યું છે. સાઉથ આફ્રિકા સામે મળેલી હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝમાં જીત હાંસલ કરવા ઇચ્છે છે. પ્રથમ મેચમાં જીત બાદ પણ રોહિત શર્માએ ખેલાડીઓને કેટલીક મહત્વની ટિપ્સ આપી હતી.
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે ટીમની બહાર ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન જાડેજાને ઇજા થઇ હતી. ત્યાર પછી તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ માટે ટીમ સિલેક્શન દરમિયાન રવિન્દ્ર જાડેજા વિશે અપડેટ આપતા જણાવ્યું હતું કે તે ટીમમાં રમવા માટે ફીટ નથી.
ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની ગેરહાજરી હોવાના કારણે એવું લાગતું હતું કે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભારતીય ટીમનીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. પરંતુ આ ઘાતક ખેલાડીએ તે બંને ખેલાડીઓની કમી પૂરી કરી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદરે રવિન્દ્ર જાડેજાની તમામ કમી પૂરી કરી છે. આ ખેલાડીએ ભારતીય ટીમની જીત વધુ આસાન બનાવી હતી. તેણે પ્રથમ મેચમાં 9 ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બેટિંગમાં પણ માહેર માનવામાં આવે છે.
તાજેતરમાં વોશિંગ્ટન સુંદર દુનિયાભરમાં એક સફળ ઓલરાઉન્ડર તરીકે પ્રખ્યાત થયો છે. આ ખેલાડી બોલિંગ ઉપરાંત એક સારો બેટ્સમેન પણ છે. વિજય હજારે ટ્રોફીમાં તેણે સૌરાષ્ટ્ર સામેની સેમીફાઇનલ મેચમાં 8 ચોગ્ગા સહિત 61 બોલમાં 70 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક ટુર્નામેન્ટમાં પણ તેને ઘણા રન બનાવ્યા છે.
ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે બહાર થયો હતો, પરંતુ વોશિંગ્ટન સુંદરના આવા ઘાતક પ્રદર્શનને કારણે જાડેજાની વાપસી મુશ્કેલ દેખાઇ રહી છે. રવિન્દ્ર જાડેજાની વાપસીમાં આ ખેલાડી મોટું વિઘ્ન બની શકે છે. આગામી શ્રીલંકા સામેની સિરીઝમાં આ બંને ખેલાડીઓ વચ્ચે હરીફાઇ થઇ શકે છે.