આ બે ગુજરાતી ખેલાડીઓની વાપસી થતા ટીમ ઇન્ડિયાની સૌથી મોટી નબળાઇ થશે દૂર…

સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા ટેસ્ટ સીરીઝમાં હાર મળી હતી, પરંતુ હવે વન-ડે સિરીઝમાં પણ હાર મળી છે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં પ્રથમ બે મેચ હાર્યા બાદ ભારતીય ટીમ 2-0 થી સિરીઝમાં હારી ગઇ છે. ભારતીય ખેલાડીઓએ સતત ખરાબ પ્રદર્શન કર્યું છે.

આફ્રિકા પ્રવાસ પહેલા જ ભારતીય બેટ્સમેન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા સિરીઝમાંથી બહાર થયા હતા. આ બંને ખેલાડીઓની ગેરહાજરીને કારણે ભારતીય મેનેજમેન્ટ ટીમ ઘણી મુશ્કેલીમાં મુકાઇ હતી. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં કેપ્ટન તરીકે કેએલ રાહુલને પસંદ કરવામાં આવ્યો હતો અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

આફ્રિકા સામેની બંને વન-ડે મેચમાં હાર માટે ઘણા કારણો સામે આવ્યા છે. પરંતુ દિગ્ગજોના મતે ભારતીય મિડલ ઓર્ડરની બેદરકારીને કારણે હાર મળી છે. ભારતીય મિડલ ઓર્ડરમાં નબળાઇ જોવા મળી રહી છે. પરંતુ આગામી વનડે મેચોમાં આ બે ઘાતક ખેલાડીઓની એન્ટ્રી થતાં જ ભારતીય ટીમની મિડલ ઓર્ડર મજબૂત થશે અને ભારતને આ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા ઇજાના કારણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સિરીઝનો ભાગ બની શક્યા નથી. આવી સ્થિતિમાં ભારતને સતત હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને મિડલ ઓર્ડરમાં સતત નિષ્ફળતા મળી રહી છે. આફ્રિકાના પ્રવાસમાં આ બંને ખેલાડીઓની કમી જોવા મળી રહી છે.

ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા આગામી વન-ડે સિરીઝમાં જોવા મળી શકે છે અને ઘાતક ખેલાડી હાર્દિક પંડ્યા પણ વાપસી કરી શકે છે. આ બંને ખેલાડીઓ ટીમમાં પરત ફરશે તો ભારતની પ્લેઇંગ ઇલેવન મજબૂત સ્થિતિમાં જોવા મળી શકે છે. આ બંને ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કરીને ભારતને ઘણી મેચો જીતાડી છે.

રવિન્દ્ર જાડેજા બેટિંગ, બોલિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ નિષ્ણાંત માનવામાં આવે છે. આ સાથે જ હાર્દિક પંડ્યા વર્લ્ડ બેસ્ટ ફિનીશર્સ તરીકે જાણીતો છે. વિશ્વના ઘાતક ઓલરાઉન્ડરમાં આ બંને ખેલાડીઓનો સમાવેશ થાય છે. શ્રીલંકા સામેની સિરીઝમાં આ બંને ખેલાડીઓ પોતાનું ફોર્મ પરત કરીને ટીમ ઇન્ડિયાને મજબૂત સ્થિતિમાં લાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *