IPLમાં એબી ડીવિલિયર્સની વાપસી, RCB નહીં પરંતુ આ ટીમ તરફથી રમતો નજરે આવશે…

આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ એમ બંને ટીમો જોડાઇને ટોટલ દસ ટીમો ટી 20 લીગમાં ભાગ લેશે. આ વર્ષે આઇપીએલ પહેલા મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. મેગા ઓક્શન પહેલા જુની આઠ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે.

આઇપીએલની શરૂઆત વર્ષ 2008માં થઇ હતી. વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેવા ભારતમાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાર બેટ્સમેન એબી ડીવિલિયર્સ પોતાની બેટિંગથી દુનિયાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો છે. વિશ્વના સૌથી સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં આ ખેલાડીનું નામ મોખરે આવે છે.

દક્ષિણ આફ્રિકાના એબી ડીવિલિયર્સે તાજેતરમાં ક્રિકેટના દરેક ફોર્મેટમાં નિવૃત્તિ લીધી છે. એબી ડીવિલિયર્સે અચાનક નિવૃત્તિ લઇને ચાહકોને એક મોટો ઝટકો આપ્યો હતો. પરંતુ હવે ડીવિલિયર્સે આઇપીએલમાં પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આઇપીએલ 2022માં આ ખેલાડી મેદાનમાં રમતો નજરે આવશે.

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડીવિલિયર્સે કહ્યું કે સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે તે હંમેશા આભારી રહ્યો છે. તેણે કહ્યું કે મને ભવિષ્ય વિશે ખબર નથી પણ સમય આવશે ત્યારે હું ફરી એક વખત મેદાને જોવા મળીશ. મેં અત્યાર સુધીમાં ઘણા ખેલાડીઓને તાલીમ આપીને તેની કારકિર્દી સારી કરવાના પ્રયત્નો કર્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20017 રન બનાવનાર એબી ડીવિલિયર્સના નામે વનડે માં સૌથી ઝડપી અડધી સદી, સદી અને 150 રન બનાવવાનો રેકોર્ડ છે. ડીવિલિયર્સે કહ્યું કે ગયા વર્ષે કોરોના મહામારી વચ્ચે રમવું સરળ ન હતું. આઇપીએલ માટે બે વાર જવું આટલા બધા પ્રતિબંધો, કોરોના ચેકઅપ, ફલાઇટ કેન્સલ આવી પરિસ્થિતિની સાથે રમવું ખૂબ જ પડકારજનક હતું.

એબી ડીવિલિયર્સ આઇપીએલ 2022માં વાપસી કરી શકે છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેને જાળવી રાખ્યો નથી. આવી પરિસ્થિતિમાં આ ખેલાડી અન્ય ટીમ સાથે જોડાઇ શકે છે. ચેન્નઇ સુપરકિંગ્સ એબી ડીવિલિયર્સને ખરીદી શકે છે. ચેન્નઇ સુપરકિંગ્સ એબી ડીવિલિયર્સને નંબર ત્રણ પર ઉતારીને પોતાની ટીમની મજબૂતાઇ વધારી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *