ટેસ્ટ સિરીઝમાં હારનું કારણ બનેલ આ ખેલાડીઓને હવે નહીઁ મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ હતી. જેમાં ભારતીય ટીમને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત 113 રનના માર્જિનથી જીત્યું હતું. પરંતુ બાકીની બંને મેચો 7-7 વિકેટથી હારી ગયું હતું. આ સાથે ભારતીય ટીમ સિરીઝ પણ 1-2 થી હારી ગઇ હતી.

આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમને બે મોટા ઝટકા લાગ્યા હતા. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે બહાર થયા હતા.આ ઉપરાંત સમગ્ર સિઝન દરમિયાન પણ ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી.

આફ્રિકા ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ અવલોકન કરતાં જાણવા મળ્યું કે આ ખેલાડીઓ સમગ્ર ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતીય ટીમ માટે વિલન સાબિત થયા છે. આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ જીતીને ભારતીય ટીમ ઇતિહાસ રચી શકે તેમ હતી. પરંતુ બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ હારવાને કારણે સમગ્ર સિરીઝ ગુમાવી હતી. તો ચાલો જાણીએ આફ્રિકા સામેની સિરીઝ દરમિયાન કયા ખેલાડીઓ વિલન સાબિત થયા છે.

સૌ પ્રથમ વાત કરીએ તો ખરાબ ફોર્મ સાથે ચાલી રહેલા અજિંક્ય રહાણે અને પુજારાને ટીમ મેનેજમેન્ટ દ્વારા તક આપવામાં આવી હતી. પરંતુ આ બંને ખેલાડીઓએ તકનો લાભ ઉઠાવ્યો નહીં અને સતત નિષ્ફળ સાબિત થતા રહ્યા. છેલ્લી મેચમાં પણ અનુભવના કારણે બંને ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા હતા પરંતુ કોઇ લાભ થયો નહીં.

આફ્રિકા સિરીઝમાં પુજારાએ સિરીઝની છ ઇનિંગમાં 124 રન બનાવ્યા હતા. જ્યારે રહાણેએ 136 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેના સ્થાને હનુમા વિહારી અને શ્રેયસ ઐયરને તક આપવામાં આવી હોત તો તે ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમની જીત અપાવી શકે તેમ હતા. ભારતીય ટીમ મેનેજમેન્ટ આ નિર્ણય લેવામાં અસક્ષમ રહી.

રાહુલની સાથે ત્રણેય ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરનાર મયંક અગ્રવાલ પણ આ સિરીઝમાં વિલન સાબિત થયો છે. સારી શરૂઆત કરવામાં માટે આ ખેલાડીને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ સમગ્ર સિરીઝમાં ફ્લોપ સાબિત થયો. મયંકે પ્રથમ ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ બાકીની મેચમાં તે ફ્લોપ રહ્યો હતો. મયંક છ ઇનિંગ્સમાં માત્ર 135 રન બનાવી શક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *