માત્ર 2 મેચ રમનાર આ ખેલાડીને મળ્યા 10.75 કરોડ રૂપિયા, જાણો કઇ ફ્રેન્ચાઇઝીએ કર્યો પોતાની ટીમમાં સામેલ…
આઇપીએલ 2022 પહેલા બેંગ્લોર ખાતે 12 અને 13 ફેબ્રુઆરીના રોજ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના 600 જેટલા ખેલાડીઓએ હરાજી માટે પોતાના નામ નોંધાવ્યા હતા. આ હરજીમાં 108 જેટલા ખેલાડીઓ પર કરોડો રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. અમદાવાદ અને લખનઉ મળીને 10 ટીમોએ ખેલાડીઓ પર બોલી લગાવી હતી.
મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા હતા. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાંથી કરવામાં આવી છે. હાલમાં તમામ ટીમોએ ખેલાડીઓને ખરીદીને પોતાની ટીમ તૈયાર કરી છે. આઇપીએલ 2022 માર્ચ-એપ્રિલ માસમાં શરૂ થઇ શકે છે. આ વર્ષે યોજાનાર આઇપીએલમાં ટોટલ 10 ટીમો રમતી જોવા મળશે.
ઘણા સિનિયર ખેલાડીઓ પર મેગા ઓક્શનમાં કરોડો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે એક એવા ખેલાડીની વાત કરીએ કે જે માત્ર બે આઇપીએલ મેચ રમ્યો હતો છતાં પણ તેને 10.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ ઘાતક ખેલાડી તાજેતરમાં ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 10.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ ખેલાડીએ તેની બેઝ પ્રાઇઝ માત્ર એક કરોડ રાખી હતી. પરંતુ આરસીબીએ તેને ખરીદવા માટે મોટી બોલી લગાવવાનું શરૂ કર્યું હતું અને અંતે તેને 10.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.
હસરંગા આરસીબી માટે આઇપીએલમાં બે મેચ રમી ચૂક્યો છે. આ ખેલાડી તેની અસરકારક બોલિંગ માટે જાણીતો છે. આ જ કારણે આ ખેલાડીને ખરીદવા માટે આરસીબીએ તમામ પ્રયાસો કર્યા હતા. હસરંગાએ પોતાની ડેબ્યૂ વન-ડે મેચમાં હેટ્રીક લઇને અજાયબીઓ કરી હતી. આ ખેલાડીને રાશિદ ખાન જેવો ક્રિકેટર માનવામાં આવે છે.
હસરંગાએ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં 4 ટેસ્ટ, 29 વન-ડે અને 34 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. અત્યાર સુધી ટી-20 મેચોમાં તેણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આઇપીએલ 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમીને આ ખેલાડી અન્ય ટીમો સામે ખૂબ જ ઘાતક સાબિત થઇ શકે છે.