સતત સાત વર્લ્ડકપ રમનારો આ ખેલાડી બનશે ટીમનો કેપ્ટન…

2021ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. ભારતે પોતાની બે પ્રેક્ટિસ મેચ આસાનીથી જીતી તમામ ટીમોને એ બતાવ્યું છે કે આ વર્ષે ભારતીય ટીમ ટી 20 વર્લ્ડકપ જીતી શકે છે અને ટીમ ઇન્ડિયાને આ વખતે વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર પણ માનવામાં આવી રહી છે.

આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021 બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તો પહેલેથી જાહેરાત કરી દીધી છે કે તે ટી 20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેશે. આ ઉપરાંત ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થવા જઇ રહ્યો છે. જેથી ટીમને એક નવો કોચ અને કેપ્ટન મળી રહેશે.

વિરાટ કોહલીએ આ અંગેની જાહેરાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ બનશે. ત્યારે કેટલાક ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે વિરાટ કોહલી બાદ રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે.

રોહિત શર્મા આઇપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઇ ઇન્ડિયન્સ માટે છેલ્લા ઘણા વર્ષોથી કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેણે મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન પણ બનાવ્યું છે. તેણે આઇપીએલમાં કેપ્ટનશીપ સંભાળી સાબિત કર્યું છે કે તે ભારતીય ટીમનો ટી 20 ફોર્મેટનો કેપ્ટન બની શકે છે.

આ ઉપરાંત વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં રોહિત શર્મા ઘણી વખત ભારતીય ટીમની કેપ્ટન કરતો નજરે આવ્યો છે. તેથી વિરાટ કોહલી બાદ રોહિત શર્મા ટીમનો કેપ્ટન બને તેની શક્યતા વધારે છે, અને હવે તો બીસીસીઆઇ પણ આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે.

ભારતીય ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. જે વનડે વર્લ્ડકપ 2023 સુધી ભારતીય ટીમમાં કોચનું પદ સંભાળશે અને હવે ટૂંક સમયમાં ભારતીય ટીમના ટી 20 ફોર્મેટના કેપ્ટનની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *