સતત જીત મળતા આ પાકિસ્તાની ખેલાડીનું અભિમાન છલકાયું, કહી દીધી એવી વાત કે…
ટી 20 વર્લ્ડ કપમાં ભારત સતત હારનો સામનો કરી રહ્યું છે. જ્યારે બીજી બાજુ ભારતનું કટ્ટર દુશ્મન પાકિસ્તાન સતત જીત મેળવી રહ્યું છે. પાકિસ્તાને સતત બધી મેચમાં જીત મેળવીને ગ્રુપ Bમાં પ્રથમ નંબર પર છે. પાકિસ્તાન અત્યાર સુધીમાં બધી મેચોમાં જીત મેળવી ચૂક્યું છે. પાકિસ્તાનની છેલ્લી મેચ સ્કોટલેન્ડ સામે છે.
ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાનના તમામ ખેલાડીઓ હાલ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. ગ્રુપ Bમાં પાકિસ્તાન પ્રથમ એવી ટીમ છે કે જેણે પોતાનું સ્થાન સેમિફાઇનલમાં નક્કી કર્યું છે. શરૂઆતની મેચોથી જ પાકિસ્તાનના બેટ્સમેનો અને બોલેરોએ આક્રમક પ્રદર્શન કર્યું હતું.
પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હાફિઝે એવો દાવો કર્યો છે કે અમારી સામે સેમિફાઇનલમાં કોઇ પણ ટીમ આવે અમને ડર નથી. કેમકે અમે અત્યારે સારા ફોર્મમાં છીએ અને અમારા બધા ખેલાડીઓ આત્મવિશ્વાસથી ભરેલા છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. અમે શરૂઆતથી જ સારું પ્રદર્શન બતાવીને તમામ ટીમોને હરાવી છે.
સ્કોટલેન્ડ સામે ની મેચ પહેલા મોહમ્મદ હાફીઝે જણાવ્યું હતું કે અમે જ્યારે મેદાનમાં રમવા ઉતારીએ છીએ ત્યારે અમે એ નથી જોતા કે સામે કઇ ટીમ છે, અમારું ફોકસ મેચ રમવા અને જીતવા પર હોય છે. તેથી દરેક ટીમ સામે સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા છીએ.
મોહમ્મદ હાફિઝે વધુમાં જણાવ્યું કે, અમારું ધ્યાન વર્લ્ડકપ જીતવા પર છે. તેણે કહ્યું કે ટી 20 વર્લ્ડકપ પહેલા અમારી કોઇ તૈયારી નહોતી, કેમકે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં અમે એક જ મેચ રમી શક્યા હતા. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમે પ્રવાસ રદ કર્યો હતો. તેથી વર્લ્ડકપ પહેલા પ્રેક્ટિસ થઇ નહોતી.
હાફિઝે વધુમાં કહ્યું કે ટી 20 વર્લ્ડકપમાં ઘણા લાંબા સમય બાદ અમે ભારતને હરાવ્યું હતું. ભારત સામેની જીત બાદ અમારા તમામ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધી ગયો અને ત્યારબાદ તમામ મેચમાં જીત મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. હવે અમારૂ ફક્ત એક જ લક્ષ્ય છે કે પાકિસ્તાન વર્લ્ડકપ જીતે.